“ધુની છુ”

હા હું થોડો ધુની છુ,
કોઇ મુગ્ધા ની ચુની છુ.

ક્યારેક હું લાગણી ઉની છુ,
ક્યારેક હું ક્રુર ખુની છુ.
—-હા હું થોડો ધુની છુ

ઘડીક એકલતા હું સુની છુ,
ઘડીક મલક્તો હું મુની છુ.
—-હા હું થોડો ધુની છુ

લહેરખી હું ગરમ લૂની છુ,
વળી ઠંડી છાવ તરૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યારેક જરુરત હું સહુની છુ,
ક્યારેક નજાકત હું વહૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યારેક ભવ્યતા હું ચરૂની છુ,
ક્યારેક ચામડી હું વરૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યરેક યાદ હું જુની છુ,
વળી વર્તમાન હું જનૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

- “શબ્દ્શ્યામ” ક્રુત

This entry was posted on Thursday, July 15th, 2010 at 1:14 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to ““ધુની છુ””

  1. Mehul Jani Says:

    i like this one also… its simple but awesome ……

  2. Uday Shah Says:

    શ્બ્દો પણ બધા અહિં બનિ ગ્યા તોફાનિ
    ક્યાંથિ રહે સખણા જ્યાં કવિ જ હોય ધુનિ
    મનોરમ્ય રચના નિ આવિ જ હોય માંગણિ
    શ્બ્દો નિ આડશ મા સતત વહેતિ રહે લાગણિ

  3. Dr. Rashmikant shah Says:

    Bahuj saras racana che.

    Mota bhagna dhuni j loko kaink navu karta hoy che.Baki to badha gadu chalavta hoy che.

    Dr. Rashmikant Shah

  4. kalpeh parel Says:

    mane bauj pasand aavi aa dhuni ni vat…!!!

Leave a Reply