છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર

મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર

રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર
વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર

આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર

તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર

તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર

-સાંઈરામ દવે

This entry was posted on Monday, July 12th, 2010 at 8:32 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

13 Responses to “છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર”

  1. RUPEN Says:

    વાહ સાંઈરામ દવે ની સુંદર રચના અને વરસાદમાં જરૂર યાદ રહેશે.

    http://rupen007.feedcluster.com/

  2. mehul jani Says:

    DHAMAAL …. SAIRAM DAVE … ITS DHAMMAL AND KAMMAL… POEM ….

  3. ચિન્મય જોષી Says:

    જેટલી તારિફ કરાય એટલી ઓછી આ કવિતાની,ફક્ત કમાલ અને ધમાલ નહિ,ઢિંચાક પણ કહેવું પડે એવું છે..

  4. Jayesh Purohit Says:

    Chinmaybhai,

    Dhansoo pan add kari do ne…

  5. Sanjay Says:

    Wah sairam wah.

    Jamvat kari.Aaje Saudi Arabia ni 60 degree ma varsad no ahesas karavyo

  6. sanjay Says:

    wah sairam vah varsad ma bhijati aaa kavita to bahu yad raheshe

  7. yagnik Says:

    bahu mast kavita 6. i m your fan sairam dave.

  8. DoYouKnow.IN Says:

    saras….khoob saras….

  9. SHISHIR PATEL Says:

    TAMARI RACHNA SUNDAR CHE PAR MAF KARSO VAKIY RACHNA MA THODO SHUDHRO KARVA MAGU CHU GAM NE JAGIYA PA GAM AKHU SABDD PARYOG KARO

  10. JAGADEVSINH CHAVDA Says:

    Bahuj sundar kavita. Aavoj Ras pirasata raho.

  11. Hardik Patel Says:

    ખરે ખર ખુબજ મજાઆવી ગઈ ……….આ ક્રુતી જે કોઈ એ મુકી તેમનો ખુબ ખુબ આભાર અને આવી નવી નવી ક્રુતી ઓ મુકતા રહેશો……….હર્દિક(આશું)પટેલ્

  12. ઉદય શાહ Says:

    વરસાદિ ફોરમ , બધા જ દિલો માં મસ્તિ લાવે
    પાગલ થાય મન મોરલા , ને શાનભાન ભુલાવે
    લાગિ જાય જાત જાત નિ કલ્પના ને પાંખો ,
    દોડવા લાગે ધબકારા , ન વશમાં રહે આંખો,
    ધાબા ઉપર નારિ ,વળિ વરસાદ થિ ભિનિ સારિ,
    કામ થિ ન બચે સાંઇ કે રામ , વાત જ એનિ ન્યારિ

  13. tejas patel Says:

    bhuj saru lkho6o

Leave a Reply