કુક્કડસભા..
ચાલો જઇયે જોવા આજે એક સભા અનોખી,
કુકડાઓની પરિષદે કેવિ-કેવિ માંગો મૂકી!!
કોઇ લડે મુક્તિ માટે, તો કોઇ વંશવેલો ઝંખે,
બધે બસ માણસાઇ વિરુધ્ધ રોકકળ પોકે-પોકે..
રામુ કુકડો મુક્તિ માંગે, છે ત્રણ વરસથી બંદી,
પુરાઇ રહે પિન્જર-જેલમાં-ગરમી હોય કે ઠંડી..
પછી ટહુકી ગિતા કુકડી, કુક્કડપુત્ર એ ચાહે,
પણ માલિક એનો હંમેશ એનાં ઇંડા વેચી ખાયે..
ત્યાંજ ફાટ્યો શંભુ કુકડો, બદલો મારે લેવો,
કતલ થયાં પૂર્વજો મારા,જુલમી કસાઇ કેવો!!
છેલ્લે પોક્યા કુક્કડરાજ, અહિંસક જંગ હવેથી શરુ,
આહવાન આપ્યું ભુખ-હડતાલનું,હવે કરું કે મરું!!
ઇંડા ના આપે મુરધી કોઇ, મુરઘાઓ ના ચણે દાણા,
માણસ કરતાં લાગ્યા એમને કુતરા-બિલાડા શાણાં..
એક ચતુર મુરઘાએ ત્યાંજ એવું કાતિલ ડહાપણ ઢોળ્યું,
આપીયે રોગ અસાધ્ય માણસને, કહી બળતામાં ઘી હોમ્યું!!
નક્કી કર્યું કુક્કડરાજે કે એક રોગીલો ફતવો જારી થાય,
મરતો-તરફડતો-ડરતો માણસ પછી આપણને નહિ ખાય..
ત્યાંજ આવ્યો શ્વાન ઘુરકતો ને સભા થઇ બરખાસ્ત,
કુક્કડરાજનાં રામ રમ્યાં, ખુંપ્યા તિક્ષ્ણ ગરદને દાંત..
- ચિન્મય જોષી
July 13th, 2010 at 11:03 am
kya thayeli ae sabha?mane adress apjo hu jais jova:-)
August 7th, 2010 at 12:30 pm
માંસાહારિ માનવો ને જ માનવા “કયામત” ના દોષી
મુંગિ વેદના વિરલા જ જાણે જેવા કે ચિન્મય જોષી
વારંવાર નિ ચેતવણિ થિ ન પામે માનવ જ્યાં ક્લ્યુ
જિવદયા ને જિવતિ રાખવા આવિ પડે બર્ડ ફલ્યુ
August 31st, 2010 at 6:23 pm
wow great poem n great comment by uday shah, nice work chinmay…… dis is little out of d trend.
September 2nd, 2010 at 10:32 pm
મેહુલજી,હું પણ એ જગ્યાનો એડ્રેસ શોધું છું,મને ખબર પડતાં જ આપને જણાવીશ..(;-) ઉદયભાઇ,આપનો ખુબ આભાર મારી તારિફ કરવા માટે,અને તમે લખેલી ૪ પંક્તિયો પણ મારી આખી કવિતા કરતાં વધું સુંદર અને અસરકારક લાગી..આ કવિતા હસતા-હસાવતા થોડોક બોધપાઠ આપવા માટે જ લખી છે..