ચાહું છું મારી જાતને
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
- શેખાદમ આબુવાલા
July 2nd, 2010 at 6:12 pm
NICE ONE i M ALSO 17 YEAR OLD AND POET BUT I WANT TO KNOW HOW CAN I PUBLISH MY POEM PLEASE HELP ME
July 6th, 2010 at 7:07 am
ખુબ જ સરસ
July 9th, 2010 at 7:34 pm
very nice poem….i love it
July 14th, 2010 at 9:43 am
what a poem wow wow wow i like it very very much.
August 5th, 2010 at 12:22 pm
એકલા જ આવ્યા સર્વ,ને એકલા જ જવાના,
કોઈના પણ સંગ વિન સૉઊ થઈ જ્શે રવાના,
દમ તો બહુ જ દેખાય , આદમ તમારિ વાતમાં,
આયખું વહિ જાએ કદિ,કોઈ સમજે એક રાતમાં