આપણા માટે સમજદારી નથી
આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.
-ચિનુ મોદી
May 27th, 2010 at 5:10 pm
વાહ વાહ ઇર્શાદ………
June 24th, 2010 at 1:04 am
આજે જ ચિનુ મોદીજીનું જુનું ફેમસ ગિત “આટાપાટા અમદાવાદ” સાંભળ્યું અને જુની યાદો તાજી થયી ગઇ,કોઇને કદાચ યાદ પણ ના હોય આ ગિત પણ જેમ “મિલે સુર મેરા તુમ્હારા..” એ ભારતનાં લોકો પર જે અસર છોડેલી,કંઇક એવી જ અસર “આટાપાટા..” એ અમદાવાદ પર છોડેલી,પછી સ્ટાર,ઝી,સોની અને સહારા નામનાં “ત્સુનામી” ઘોડાપુરે “દુરદર્શન અમદાવાદ” અને આ ગિતનું ધોવાણ કરી નાખ્યું..પણ આજે ફરી કાકા ચાલે વાંકા,માંડવાની જુઇ,અમે એક ડાળનાં પંખી,અજબ-ગજબ દુનિયા,સુરજમુખીનું ફૂલ અને ગમ્મત ગુલાલ યાદ આવી ગયાં..
August 7th, 2010 at 9:57 am
really very heart touching…!