ફૂલ કરોડોનું
મારે વેચવું એક એવું ફૂલ જે છે કરોડોનું, નોંધી લો માહિતી એની,હોય જો ખરીદવાનું, રહેંઠાણ ડાયરીના ત્રિસમે પત્તે,ગામ સંવેદનાનું! લાગણીભીડ અનુભવી મારે ક્યાં લગી વેઠવાનું.. એક નમણીનાં હાથે ભેંટ મળેલું, એનો પ્રેમ સમજી દિલમાં શણગારેલું, પછી એની નફરતની આગમાં જલેલું! એકતરફા પ્રેમમાં વર્ષો કરમાયેલું.. બેજાન પત્તિયોને એની રોજ આંસુઓથી સિંચ્યું, ખઠમિઠ્ઠી યાદોની ખુશનુમા હવા મળતાં [...]