આપનું મુખ જોઇ મનમાં થાય છે

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

- ‘આદિલ’ મન્સૂરી

This entry was posted on Monday, April 5th, 2010 at 2:27 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “આપનું મુખ જોઇ મનમાં થાય છે”

  1. નન્દીની Says:

    બહુ સરસ કવિતા લાગી.

  2. ડૉ. નિતા દવે Says:

    આદિલ મંસુરી સાહેબની કલમનો જાદુ બેમિસાલ છે એટલે જ તો એ ગુજરાતી વિશ્વના હ્રદય-સમ્રાટ બની ગયા અને હજી સદીયો રાજ કરશે,આફ્રિન સલામ આપને.

  3. Udat Shah Says:

    Manna bhavo ni Hridye rangoli puri
    Afrin tamane Shri Adil Mansuri

  4. rupen Says:

    સરસ રચના અને આવી બીજી પણ આદિલ મન્સૂરી સાહેબની રચના મુકશો.
    આપના બ્લોગનો ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો
    http://rupen007.feedcluster.com/

Leave a Reply