Archive for April, 2010

હસતા હસતા છલકાઈ જાય છે આંખ

Posted on April 29th, 2010 by gujaratikavita  |  4 Comments »

હસતા હસતા છલકાઈ જાય છે આંખ રડતા રડતા છલકાઈ જાય છે આંખ ખુશીના આંસુ,દુખના આંસુ, મોતી બની ખરી જાય છે આંસુ, કયારેક હસુ, કયારેક રડું, માણસ છું હું આખરે…… લાગણીઓ કયારેક લહેરાઈ લહેરાઈ જાય, પ્રેમના ઘોડાપુર ઉમટે કયારેક, કયારેક જડ બની જાય લાગણીઓ, પ્રેમનો જાણે દુકાળ પડી જાય, કયારેક પ઼ેમ અપાર, કયારેક ક્રોધ અપાર, માણસ [...]

ખરાં છો તમે

Posted on April 25th, 2010 by gujaratikavita  |  1 Comment »

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે, ફરીથી મનાવું ? ખરાં છો તમે. હજી આવી બેઠાં ને ઊભાં થયાં ? અમારાથી આવું ? ખરાં છો તમે. ન પૂછો કશુંયે, ન બોલો કશું ! અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે. ન આવો છો મળવા, ન ઘરમાં રહો, અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે. હતી ભાગ્યરેખા ભૂંસાઈ [...]

દૂધ ને માટે રોતા બાળક

Posted on April 16th, 2010 by admin  |  2 Comments »

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી [...]

રસ્તામાં સહજ એ મળે પણ ખરી

Posted on April 13th, 2010 by gujaratikavita  |  No Comments »

રસ્તામાં સહજ એ મળે પણ ખરી પછી એ નજર લ્યો ઢળે પણ ખરી ગમે તે વળાંકે વળે પણ ખરી નદી તો નદી ખળભળે પણ ખરી તમે ખાસ દિલથી કરો યત્ન પણ મહેનત તમારી ફળે પણ ખરી અમસ્તા તમે જીવ બાળો ભલા અહમ્ પોટલી પીગળે પણ ખરી વને જાવ કે કોઇ રણમાં અઝીઝ’ ઇરછા છે ઇરછા [...]

એક શમણું એવું આવ્યું..

Posted on April 6th, 2010 by admin  |  15 Comments »

સાક્ષાત્કાર ની એ ક્ષણે પ્રભુ સામે ઊભા, વરદાન ની પોટલી ખોલી માંગવાનું કહી બેઠા..! ગહન વિચારી એમની જોડે સમય પાછો માંગ્યો, એમને રિઝવતા ગયેલો સમય હવે માણવો લાગ્યો..! પ્રભુ તાડુક્યા આ તે શું માંગ્યુ મુર્ખ!? મે કિ’ધુ સમજો પ્રભુ! એ જ મારું દુખ..! તમને ચાહું એટલો મારા જીવન ને પણ ચાહું, વિતી ગયેલા ક્ષણો તો [...]

આપનું મુખ જોઇ મનમાં થાય છે

Posted on April 5th, 2010 by admin  |  4 Comments »

આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય [...]

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે

Posted on April 3rd, 2010 by gujaratikavita  |  1 Comment »

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી

હાથને ચીરો તો ગંગા નીકળે

Posted on April 3rd, 2010 by gujaratikavita  |  3 Comments »

હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે બૉમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ? એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ? મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે દાબડીમાં એક માણસ બંધ [...]