ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા; પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા. અશોકધર્મલિપિથી ઉર પાવન; જિનવર-શિષ્યોની મનભાવન. સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ? ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે, મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે. મસ્જિદ મંદિર [...]