લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.

અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.

પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.

હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.

- અલ્પેશ ‘પાગલ’

This entry was posted on Saturday, February 13th, 2010 at 3:06 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?”

  1. બાબુ પટેલ (જડિયા.ધાનેરા) Says:

    આ દુનિયા મા શીશા થી પથ્થર તોડનાર જ ફાવે છે બાકી વૃક્ષો તુટે છે તેથી બધુ ઓ.કે નથી.

    સુપર્બ…..

Leave a Reply