ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.
એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.
- મુકુલ ચોકસી
February 10th, 2010 at 5:14 pm
આની ક્સોટી કરવી પણ શીશી જેવી હોય છે,
તેની કોમેન્ટ પણ કરવી મનમની હોય છે,
બહુ સરસ…..