Archive for January, 2010

દેશપ્રેમી ઉત્તરાયણ

Posted on January 15th, 2010 by gujaratikavita  |  7 Comments »

પતંગોની ઋતુ ઉત્તરાયણ કંઇક મને કહેવા લાગી, દિલના લોંચીંગ પેડ પરથી કલ્પનાની મિસાઇલ દાગી.. બનાવી શુરવિરોની પતંગો ચગાઓ આકાશમાં, દુશ્મનો ઠાર થઇ જશે,બસ એક જ ઢીલ-ખેંચમાં.. થવા દો પેચ આ અંતિમ,દુશ્મનોથી ધારદાર, જિત થશે ફરિ આ અવસરે,સત્યની શાનદાર.! દેશ મારો ભોળો એવો કલયુગને પણ ના પિછાણે!! વારંવાર માંજો મારે ઘા,તોય થાય હરખઘેલો કટાણે!!! ધ્યાન થી [...]

છપ્પા – અખો

Posted on January 11th, 2010 by gujaratikavita  |  7 Comments »

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત? જો [...]

વર્ષો વીતી ગયાં છે…

Posted on January 11th, 2010 by gujaratikavita  |  8 Comments »

પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે, જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે. કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ, ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે. ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે. તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા, અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે. સદીઓ વહી ગઈ [...]

આવી આવી આવી ઉત્તરાયણ આવી

Posted on January 10th, 2010 by gujaratikavita  |  10 Comments »

આવી આવી આવી ઉત્તરાયણ આવી, તલ સાંકડી, ચિકીને મમરાના લાડુ, ચટાકેદાર ઊંધીયાની સોડમ સાથે લાવી, પીલાવ્યો માંજો, પતંગ તૈયાર બાંધી કીન્ના, રાહ જોઈ રહ્યા ડીજે ના તાલે કરવા તાગડ ધીન્ના, ધાબુ વાળી ધોઈ કર્યુ ચોખ્ખુ ચણાક, ટોપી ચશ્મા નવા કપડા પહેરી થઈ ગયા ફુલ ફટાક, રમેશકાકા પતંગ ઉડાવે શીલાકાકી પકડે ફીરકી, ક્યાંક ખૂણામા છુપાઈ ને [...]

ગાય, ગાય, ગાય, ગાય…

Posted on January 10th, 2010 by gujaratikavita  |  No Comments »

તુ શુ કામ પત્ની ને મારે છે?

Posted on January 8th, 2010 by gujaratikavita  |  5 Comments »

બધ્ધુ જ ભુલી જાઉ છુ…

Posted on January 6th, 2010 by gujaratikavita  |  10 Comments »

પ્રેમની રજુઆત-એક મીઠો કોયડો..

Posted on January 2nd, 2010 by gujaratikavita  |  17 Comments »

હું તો તારા પ્રેમમાં છું થઇ ગયો પાગલ, એટલું પણ ખબર નથી કે આ પ્રેમ છે કે આકર્ષણ્… તારી જોડે પ્રેમ છે કહેતાં મગજ ધોકા મારે, પ્રેમ નથી એવું માની લેતાં દિલ ધક્કે ધબકારે… પ્રેમ છે કે આકર્ષણ શોધવામાં દિવસો બહું વિતાવ્યાં, પછી દિલ એ મગજ ને વશ કર્યું એવા દિવસો પણ આવ્યાં… પપ્પા-મમ્મી પ્રેમ [...]

રુપ અને પ્રેમ…

Posted on January 1st, 2010 by gujaratikavita  |  12 Comments »

રુપની દરેક અદા લાવશો તમે જો, પ્રેમનાં અંબાર ખડકીશું અમે તો… રુપની મોહકતા મહેકાવશો તમે જો, પ્રેમની કોમળતા બતાવશું અમે તો… રુપનાં ઝગારા મારશો તમે જો, પ્રેમનો દિવો પ્રગટાવશું અમે તો… રુપનું વજ્ર ચલાવશો તમે જો, પ્રેમની ઢાળ બનાવશું અમે તો… અંગ રુપથી સજાવશો તમે જો, બેનંગ પ્રેમનું માણશું અમે તો… રુપનાં ચાર દિ ઉજવશો [...]