અમૃતબિંદુ – ભજનો
(રાગઃ ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો)
ઉંચી સ્વરુપ કેરી જ્યોત મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
શબ્દ દેશના સળંગ શિખરે શુન્ય સાગરનો રાજવી,
અન્વય અનામી પુરે કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુમતિ સૈયરની સાથે રુપગુણના દ્વાર ઉઘાડી,
પહેરી લીધો ગુરુગમનો મોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી,
ચુંથારામના આત્માનો છોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
———————————————————————-
(રાગઃ મારુ રણ તમે છોડાવો રે રણછોડરાયા)
મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી,
મારા મનામનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી;
ભવ સાગરમાં ભટકાતો; મોહમાયની લાતો ખાતો,
પંચભુતોમાં ભટકાતો રે ભ્રમણાઓ ભાગી…. મને અંતરદેશી……
મારે અંતરમાં અજવાળું; હું બહાર કશુના ભાળું,
મારું સરી પડ્યું જગનું લારું રે ભ્રમણાઓ ભાગી…. મને અંતરદેશી…….
સદ્ ગુરુની શાંનકા વાગી; મારી અંતર જ્યોતિ જાગી,
ચુંથારામ રહ્યો અનુરાગી રે ભ્રમણાઓ ભાગી…. મને અંતરદેશી……
———————————————————————-
(રાગઃ જોજો રે મારી ગીતા રે માતા)
ખોલજો રે અંતરના દ્વાર ખોલજો,
અંતરદ્વાર ખોલોતો ઓહમ સોહમ બોલજો…..ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
સત્યના ત્રાજવેથી સત્ય ધર્મ તોલજો,
સત્ય ધર્મ તોલોતો હું પદને છોડજો….ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
નિજ સ્વરુપે નિજાનંદની લ્હેરીમાં ફરજો,
વિનયવાણીનાં પુષ્પો સંતોમાં વેરજો…….ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
તનમાત્રાના તળીયે તુરીયાતિતને જગાવજો,
ચુંથારામ સદ્દ્ગુરુની શાને સમજી જાજ્યો…..ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
———————————————————————-
(રાગઃ અંતરપ્રીતિ લાગી કનૈયા મળવા વ્હેલો આવજે )
માનવતા જાળવવી હોયતો નીતિ રીતિ પાળજ્યો,
સજ્જનતા જાળવવી હોયતો વિવેક બુદ્ધિ રાખજ્યો,
ભક્તપણું જાળવવું હોયતો વાણીને વશ રાખજ્યો,
સંતપણું જાળવવું હોયતો મોહમમતાને ટાળજ્યો,
કર્તા અકર્તા રહેવું હોયતો જળકમળવ્રત ચાલજ્યો,
જીવનમુક્ત બનવું હોયતો દેહભાવ્ને છોડ્જ્યો,
ચુંથારામ ગુરુમુખી બનવું હોયતો આત્મ દ્રષ્ટી જોડજ્યો
———————————————————————-
(રાગઃ ચાંદલીયો ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથરે)
અગમની ગમ જાણે જ્ઞાની રે જ્ઞાનીતો અનુભવાર્થી હોય રે
જ્ઞાની તો વાંચે ફરી ફરી ખોટ કે કસર હોય શાની રે
જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે નિજપદમાં સુરતા ઠહેરાણી રે
વિષયથી વિરક્ત દેખી લ્યો સંત ના હોય માની કે તાની રે
જ્ઞાની બોલે જુઠું ના છોલે ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે
દ્રશ્ય કલ્પનાઓ દુર કરે ચુંથારામ સ્વ સ્વરુપમાં સમાય રે
- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ
November 3rd, 2010 at 2:13 pm
શું માંગુ ?
હવે પ્રભુ શું માંગુ કિરતાર જી
હરિ તેંતો આપ્યું અપરમપાર…
મ્હેર કરીને માનવ કૂળ્માં આપ્યો તેં અવતારજી
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..
જલતેં આપ્યું સ્થલ તેં આપ્યું વસુનોકેવો વેપારજી
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર…
મુખ દીધું તેં માનવી ને પણ એમાંએ ઉપકારજી
વાણી આપી વનમાળી તેં, રીઝ્વવા કિરતાર…
કીડી નો કરતા હાથી નો ભર્તા વિશ્વેશ્વર તું વિરાટ જી
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..
એક અરજી સાંભળ હરજી આ દીન ની દીન”કેદાર”જી
હરપલ હર ક્ષ્ણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર…
કેદારસિંહ્જી મે.જાડેજા
ગાંધીધામ-ક્ચ્છ.
૯૪૨૬૧૪૦૩૬૦
November 18th, 2010 at 11:52 am
મહાનુભાવ,
આવી સરસ સાઇટ જોઇને મને પણ લાભ લેવાની ઇચ્છા જાગી અને બોડાણાની યાદ આવી ગઇ, મારૂં બનાવેલું એક ભજન આપના સાથે માણવા લલચાયો છું. રજા આપશો ને? જય રણછોડ.
ભક્ત બોડાણો
ઢાળ:- કીડી બાઇ ની જાન જેવો
ભક્ત ઉધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ
પણ બધએ એના પાળતો, રાખે બાળક ની જેમ
ભોળા ભક્તો નો ભગવાના છે..
ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક
પૂનમે દ્વારીકા આવતો, નહિં કરતો મિનમેખ
દર્શન કરવાની એને નેમ છે..
ઘણા વખત ના વાણા વાયા, નહિં તોડેલી ટેક
પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
પહોંચી જરાની હવે પિડ છે..
આવતી પૂનમે કેમ પહોંચાસે, લાગે છેલ્લિ છે ખેપ
સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
તારે ભરોંસે મારી નાવ છે…
કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય
દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
દોરી તમારે હાથછે..
દોડી દામોદર આવીયાં રે, જાલ્યો બોડાણા નો હાથ
રહું સદા તારા સંગ માં, કદી છોડૂં નહિં સાથ
ભક્ત થકી ભગવાન છે..
ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ
ગુગળી ગામમાં ગોતતા, ક્યાંછે દ્વારીકા નો નાથ
નક્કિ બોડાણાનો હાથ છે…
વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણાને વાત
મૂકિદે મુજને વાવમાં, પછી આવેછે રાત
તારો ને મારો સંગ છે..
ગોતિ ગોતિ ને ગયા ગુગળી રે, નહિં મળીયા મહારાજ
ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
છોડ્યા સૌ રાજ ને પાટ છે..
જાણી સૌ ગુગળી આવીયાં રે, આવ્યાં ડાકોર મોજાર
આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
બોડાણો દ્વારીકા નો ચોર છે..
નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ
કહ્યું કાનુડાનું મેં કર્યું, ગુનો મારો નહિં લેશ
ખોટું તમારૂં આળ છે..
જાણી બોડાણાને દૂબળો રે, રાખે ગુગળી વિચાર
હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
પ્રભુ ભજવાની જો હામ છે..
કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ
તુલસી નું પાન પધરાવજે, નહિં નમે તારો નાથ
તારી તે લાજ મારે હાથ છે..
તુલે તુલ્લાની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય
ગુગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહિં તોય
એક તમારો આધાર છે..
એક પુજામાં આવું દ્વારીકા, એક ડાકોર મોઝાર
આપ્યું વચન વનમાળીએ, ગૂણ ગાતો “કેદાર”
ધન્ય બોડાણા તારી ટેક છે..
કેદારસિંહ્જી મે.જાડેજા
ગાંધીધામ-ક્ચ્છ.
૯૪૨૬૧૪૦૩૬૦
January 25th, 2011 at 4:17 pm
ખાસ નોંધ:-પંઢરપુર જેવા પવિત્ર સ્થળ નજીક ન એક ગામ માં સંત સખુબાઇ વિષે મને જેટલી જાણ્કારી મારા શુભ ચિંતકો તરફ થી મળેલ છે તે આધારે મેં આ ભજન બનાવ્યું છે, જો કોઇ ભુલ હોય તો તે મારી ભુલ સમજી ને ક્ષમા કરશો.
સખુબાઇ
વ્હાલો ઘૂંધટ માં લાગે વ્હાલો વ્હાલો, બન્યો છે સખુ સામળિયો..
વ્હાલો ભક્તોના ભાર હર નારો, બન્યો છે સખુ સામળિયો..
સખુ સિધાવી જ્યારે આધુઓ ની સાથે, ભક્ત કેરો ભાર લીધો ભૂધ્રાએ માથે
આવ્યો સખુનું રૂપ લઇ રસાળો…બન્યો…
ઉઠી અંધારે નિત દળણા દળાવે, શિર પર ચડાવી હેલ પાણીડા ભરાવે
રૂડી ચાલે છે ચાલ ચટકાળો…બન્યો..
બની ગોવાલણ દૂધ દોહરાવે, મારી કછોટો માવો મહીડા વલોણે
ગાય ગીતો ગીતા નો ગા નારો…બન્યો..
ઇંધણા વિણીને રૂડી રસોયું બનાવે, સાસુ સસરા ને વ્હાલો પ્રેમે પીરસાવે
માંજે વાસણ છે મોરલી વાળો…બન્યો..
સાસુ નણંદ ના પાવલાં પ્ખાળે, શેષ ઉપર સુતો જે ગોદડી બીછાવે
વ્હાલો ભક્તો ની ભીડ ભાંગ નારો…બન્યો…
સાસુ નણંદ સૌ મન માં વિચારે, શાણી થઇ સખુ હવે સોટી ના મારે
મૂખ મલકાવે નંદ નો દૂલારો…બન્યો…
સખુ સિધાવી સ્વર્ગ સંત સંભળાવે, જીવન મરણ હરિ હાથ સત્ય સમજાવે
જે જનમ્યો તે એક દિ’ જવાનો..બન્યો..
શાનો છે સંઘ ને શાની કરો વાતો, સખુ તો રહેતી સંગ દિવસ ને રાતો
કર્યો સંતોએ ઇશ નો ઇશારો…બન્ત્યો…
સાસુ સસરા સૌ પડ્યા હરિ પાય માં, પ્રભુ દુભાવ્યા હવે મુક્તિ કેમે થાય ના
ફટ ફટ અવતાર અમારો…બન્યો…
ભક્તો કેરી ભક્તિ ભાળી ભૂધરાએ ત્યારે, કિધી સજીવન સખુબાઇ ને પ્યારે
એણે કિધો જનમ ઊજીયારો…બન્યો…
દિન “કેદાર”ના દામોદર રીઝતાં, સાસુ સસરા નણંદ પર નહિં ખીજતાં
એણે કિધો અધમ નો ઊધ્ધારો…બન્યો…
રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com
January 26th, 2011 at 9:12 am
આનંદ
મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..
સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે…
પિતા પ્રભુના પાવળુ પાણી, પુત્ર ના હાથે ન પામે
પણ- અધમ કૂળ નો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે…
ભીષ્મ પિતામ: ભક્ત ભૂધરના, પણ પ્રિતમ એનું પાળે
કરમાં રથ નું ચક્ર ગ્રહતાં, લેશ ન લાજ લગાવે..
સખૂ કાજે સખૂ બાઇ બની ને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુર ની ઝુંપડી એ જઇ, છબીલો છોતરાં ચાવે…
નરસિ કાજે નટખટ નંદન, વણિક નો વેશ બનાવે
હૂંડિ હરજી હાથ ધરિને, લાલો લાજ બચાવે..
ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડી ના બચાવે
ટિટોડી ના ઇંડા ઊગારી, “કેદાર” ભરોંસો કરાવે…
રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com
November 14th, 2011 at 3:11 pm
રામની મરજી
મરજી રામની સાચી
શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી…
મનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઇ ટાંચી
અવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિસાચી…
નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી
માનુની બદલે મુખ મરકટ નું, સૂરત દેખાણી સાચી…
હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ નાં વાંચી
નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી…
ભસ્માસુરે ભગવાન રીઝાવ્યા, જગપતી લીધા એણે જાંચિ
મોહિની કેરો મર્મ ન જાણ્યો, નિજને જલાવ્યો નાચિ…
દીન “કેદાર” પર કરૂણા કરજો, સમજણ આપો મને સાચિ
અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચિ…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
kedarsinhjim@gmail.com