પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?
તપાસી જવાનું રહ્યું તો નથી ને ?

ભલે વર્ષ વીતી ગયાં હોય ઝાઝાં,
થવાનું હતું તે થયું તો નથી ને ?!

મને એમ કે આ બધું છે બરાબર,
ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ?

મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર,
તમે આંગણે ડગ ભર્યું તો નથી ને !

મુકે આંગણું તે જવાનું, જવાનું –
નદીને કશું કૈં કહ્યું તો નથી ને ?

વ્યથા પર્વતોની કશી સાગરોને,
વીદાઈતણું કૈં સહ્યું તો નથી ને !

ગઝલમાં કશી આગ ક્યાંથી જગાડું,
દરદ એટલું ઉદ્ ભવ્યું તો નથી ને !

– જુગલકીશોર

This entry was posted on Monday, January 18th, 2010 at 1:01 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?”

  1. જ઼ૈમિન - “બદનામ" Says:

    મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર,
    તમે આંગણે ડગ ભર્યું તો નથી ને !

    ગઝલમાં કશી આગ ક્યાંથી જગાડું,
    દરદ એટલું ઉદભવ્યુ તો નથી ને !

    ખુબ સુંદર….ખુબ સુંદર……

  2. Dhira Malav Says:

    jordar,asardar,shandar,dhardar……….

Leave a Reply