આવી આવી આવી ઉત્તરાયણ આવી
આવી આવી આવી ઉત્તરાયણ આવી,
તલ સાંકડી, ચિકીને મમરાના લાડુ,
ચટાકેદાર ઊંધીયાની સોડમ સાથે લાવી,
પીલાવ્યો માંજો, પતંગ તૈયાર બાંધી કીન્ના,
રાહ જોઈ રહ્યા ડીજે ના તાલે કરવા તાગડ ધીન્ના,
ધાબુ વાળી ધોઈ કર્યુ ચોખ્ખુ ચણાક,
ટોપી ચશ્મા નવા કપડા પહેરી થઈ ગયા ફુલ ફટાક,
રમેશકાકા પતંગ ઉડાવે શીલાકાકી પકડે ફીરકી,
ક્યાંક ખૂણામા છુપાઈ ને પિંકી ખાય ચિકી,
પેચ લડાવી ને જોર થી ખીચ મારી,
“એ કાયપો છે ” ની પપ્પુ એ બૂમ મારી,
પતંગ ના તો ક્યાંક આંખોના લડે પેચ,
એ થોડી ઢીલ મૂકે તો તુ જોર લગાવી ને ખેચ,
આવ્યો સંક્રાતિ નો અવસર આ રૂડો,
સાચવીને મિત્રો તહેવારનો આનંદ તમે લુટો,
સૂરજદાદા ના ગુણકારી કીરણો સાથે લાવી,
આવી આવી આવી ઉત્તરાયણ આવી.
- જૈમિન મક્વાણા- “બદનામ”
January 10th, 2010 at 12:04 pm
વાહ જૈમિન..તે તો કમાલ જ કરિ નાખી યાર..બહુ જ બહુ જ બહુ જ બહુ જ સુન્દર કવિતા છે..મજા પડિ ગઇ બોસ..
January 10th, 2010 at 3:11 pm
Really good poem
January 10th, 2010 at 9:22 pm
મને ખબર હતિ તારિ આ વખત ની કવિતા ઉત્તરાયણ પર હશે અને સરસ હશે એ પણ મને ખબર હતિ..કમાલ-ધમાલ-ઢિંચાક હશે એ ન’તી ખબર..બે-ત્રણ લાઇન હું પણ જોડી નાખું તારી ધમાલમાં..
ઝંડો લઇને ફરતા બધે,કપાયેલી પતંગનાં લોભી,
અમારા પતંગો અમને જ વેચે,નોકર-મોચી-ધોબી..
રાત આખી કિન્ના બાંધે,આખો દિન ફિરકી પકડે,
બહેનો બિચારી થાળી પણ પિરસે,સાંજે ને તડકે..
ધાબું-ઝાડ-રસ્તા-દુકાનો-આકાશ-સૃષ્ટિ પતંગોથી શોભે,
રાત્રે ચગે ટુક્કલ વિણું એ ક્ષણો મનમાં ખોબે-ખોબે..
January 10th, 2010 at 10:04 pm
પ્રથમ લીટી…આવી આવી આવી ઉત્તરાયણ આવી,
January 11th, 2010 at 4:34 pm
nice blog.keep it up
January 11th, 2010 at 5:26 pm
Excellent!! BiG 5******!!!
Jaiminbhai, you should write kavita like this for all our fastivals and release book for kids with fastival pictures.
Uttarayan is a great fastival as rich and poor all can enjoy. As cut kites are recycled by poors, they can also enjoy flying or make some money. Donation has also big importance to help needy people to enjoy God’s given life!
January 11th, 2010 at 9:43 pm
heilo jaimin “badnaam” – tamaari poem saras chhe ane current affair chhe……vaanchwani maja aavi……kip it up……….
January 12th, 2010 at 11:37 am
a nice poem & some of the lines r very good…..like
રમેશકાકા પતંગ ઉડાવે શીલાકાકી પકડે ફીરકી,
ક્યાંક ખૂણામા છુપાઈ ને પિંકી ખાય ચિકી,
સૂરજદાદા ના ગુણકારી કીરણો સાથે લાવી,
આવી આવી આવી ઉત્તરાયણ આવી.
chinmy ur lines r cute too…….
January 16th, 2010 at 8:57 pm
saras che i like it
January 24th, 2010 at 10:12 am
thanx a lot, chinmay, supriyaji, nitadidi, chandresh, kalpeshbhai, vimalbhai,dhira malav … all of u…frnds…