મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- ‘મરીઝ’
December 28th, 2009 at 12:11 pm
એક વખત આદિલ મન્સુરી સાહેબે ઊર્દુના મશહુર શાયર ફિરાક ગોરખપુરી(ઉમાશંકર જોશી) સાહેબને પુછ્યું કે,“ફિરાક સાહેબ ગઝલ એટલે શું?
ફિરાક સાહેબે જવાબ આપ્યો કે “જંગલમાં હરણની પાછળ શિકારી પડ્યો હોય અને હરણ એવી જગાએ પહોંચે કે જ્યાંથી આગળ જવાનો રસ્તો ન હોય અને શિકારી પણ ત્યાં આવી ચડે ત્યારે હરણનાં મોઢાંમાંથી જે અંતિમ ચીસ નીકળે તે ચીસ એટલે ગઝલ..”
પોતાની હાજરજવાબી માટે જાણીતા આદિલસાહેબે તરત જ પુછ્યું કે,“ફિરાક સાહેબ શું તમારી ચીસ નિકળી છે?”
ફિરાક સાહેબે જવાબ આપ્યો કે ”ના..મારી ચીસ નિકળવાની હજી બાકી છે..”
આદિલ મન્સુરી,ફિરાક ગોરખપુરી અને મરીઝ આ બધા ગઝલ-આલમ નાં બેતાજ બાદશાહ છે..
એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં..
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં..
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં
પછી કોઈને કોઈની કબર મળે ન મળે..
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે..
હમ સે ક્યા હો સકા મહોબ્બતમેં?
ખૈર તુમને બેવફાઈ તો કી..
December 28th, 2009 at 4:43 pm
ચિન્મય જેટલી સુંદર ગઝલ મે મુકી, તેટલી જ સુંદર તે કોમેન્ટ આપી…..
June 8th, 2010 at 3:47 pm
I think its not the full version that I read in “AGMAN” .
September 16th, 2011 at 8:23 pm
is gazal ko begam ne gakar dilo me kayam kardi, our purushotambhai ne kamalkardi