આંધળી માનો કાગળ

December 8th, 2009

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !

સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,

નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !

કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,

તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.

હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

- ઇન્દુલાલ ગાંધી

———————————–

વાંચો આંધળી માના કાગળ નો દેખતા દીકરા દ્વારા જવાબ

10 Responses to “આંધળી માનો કાગળ”

  1. ચિન્મય જોષી says:

    excellent..wonderfullll..soul touching..& amazingly beautifullllllll….if i m nt mistaking..there was a gr8 poet named indulal yagnik,right??

  2. જ઼ૈમિન - “બદનામ” says:

    ખુબ સુંદર શબ્દો ઇન્દુભાઈ,well arranged, ભગવાન કરે આ કવિતા કોઇ ની હકીકત પર થી ના લખાઈ હોય..

  3. Chandresh Patel says:

    Very nice! Eye-opening for children who forget their parents afford and become selfish.

    Jaimin- “Badnam”,
    Your comment just wet my eyes! You have a “Pavitra-Atma”.

  4. trushar says:

    exellent!!!??
    koik ma na hruday ni vyatha nu perfect shabdo ma rupantaran!!!
    salute

  5. ajay says:

    this must be with answer(reply by son ) as we can get in audio cassates.

  6. [...] ની પોસ્ટ મા તમે આંધળી મા નો કાગળ વાંચ્યો હસે, પ્રસ્તુત છે આંધળી માના [...]

  7. જ઼ૈમિન - “બદનામ" says:

    તમારો આભાર ચંદ્રેશ ભાઈ……

  8. SUPRIYA KATPADE says:

    this poem is sadly beautiful,i didnt know that this site has very good poems..

  9. Suvrat Shah says:

    This is very wonderful song. I had heard it years ago from my mother’s mouth. Since then I was looking for it. The lyrics are astonishing and heart-touching.

    Worth publishing among all the gujarati public.

  10. gunj says:

    KHUB SARS….MAA NI VEDNA…

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books