વિરહનું દર્દ
બીજું કોઈ દર્દ નથી દુનિયાનું આવું અસહ્ય,
પ્રેમનાં વિરહમાં રહ્યું છે કેવું રહસ્ય…
આંસુનો સ્વાદ પણ આજે મધમીઠો લાગ્યો,
તારી યાદે પાણી બની આંખોનો રસ્તો માપ્યો…
દિલના કોઇ ખુણે બાઝ્યાં છે યાદોનાં બાવાજાળાં,
મોકો મળતાં મનને ઘેરે લાગણીઓનાં અટકચાળાં…
હમણાં રડતું-રડતાં હસતું બધું નિરસ લાગે,
તસ્વિર તારી ફરીને જોતાં મળવાની તરસ જાગે…
આજે તને રસ્તે જોઇ પગ આગળ વધ્યાં,
ઉર્મિઓનાં વાવાઝોડામાં મનના મેરું ડગ્યાં…
આંખો મળી-મન ફફડ્યું-હ્રદય ધબકારો ચુક્યું,
ઢીલું પડેલું તન ત્યારે માંડ જમીન પર ટક્યું…
આંખો તે ફેરવી લેતાં દિલ નિસ્તેજ થતું લાગ્યું,
જાણે જખ્મી શરીર પર વજ્ર જેવું કંઇક વાગ્યું…
મન કરે એકવાર તને જોરથી જકડિ લઉં,
કાઢી નાખું દર્દ બધું દિલફાટ રડી દઉં…
તને ભુલી જઇશ એવું મનથી મક્કમ કરી નાખ્યું,
યાદોનાં અજર દેહને દિલમાં અગ્નિદાન આપ્યું…
અગ્નિદાહની અસ્થિઓ હવે વિસર્જનનો હક્ક માંગે,
લોહીમાં વિસર્જિત અસ્થિઓ શરીરમાં બેધડક ભાગે…
- ચિન્મય જોષી.
December 3rd, 2009 at 10:06 am
Great……!!!! It is really really fantastic….. i wonder how people are able to unite all this word to creat a miracle called POEM. truly amazing…. kepp it up….
December 3rd, 2009 at 4:53 pm
Amazing………….You should covert your profession to this. Really heart touching…Keep it up..
December 5th, 2009 at 8:59 am
betu,khup chhan, we are proud, u r our son.keep it up…
December 5th, 2009 at 10:33 am
ઉત્તમ રચના,ચિન્મયભાઈ તમારી કવિતાઓ મારી કહાની કહેતી હોય એવુ અનુભવી રહ્યો છુ. i wanna find u, do u have orkut account?
December 5th, 2009 at 8:47 pm
હેલો ચિન્મયભાઈ,તમે આ કવિતા જાતઅનુભવથી લખી હોય એવું લાગે છે,તમારા દર્દને કવિતામાં વ્યક્ત કરવા માટે તમારો આભાર……………..
December 7th, 2009 at 10:54 pm
Great!!! 5*
You have Vision to see feelings…! Continue writing..
December 8th, 2009 at 12:07 pm
it’s lovely
December 8th, 2009 at 3:00 pm
thank u all very much for ur feedbacks..and jaimin pls. send me a mail on
chinmayjoshi.joy@gmail.com
i vll send u my orkut id,and v vll kip in touch.
special thanks to my mom.and nitaben,i m pleased that u liked the poem.
December 9th, 2009 at 11:34 am
hey chinmay ths is really gr8…….ths poem is superb man…keep writing…..
December 12th, 2009 at 10:49 am
hyyy chinmay ur poem is so so so so so so so nice,whoz that girl BTW?;-)d other poem link u sent is nt opening,some 504 server error message,send it again….keep up d good work dear……
January 5th, 2010 at 9:54 am
hey chinu,is this poem written on “banki”???!!????
kidding but really painfull yaar!!!!!!specially the last line says how terribly love affects you!!!!!11″agnidaah ni..visarjan..” is painy….!!!11
January 25th, 2010 at 12:05 pm
તમે લખેલી બધી કવિતા અને ગઝલ બહુ જ સુંદર છે.તમારી વિચારવાની અને લખવાની શૈલી થોડી જુદી છે જેને સાચવી રાખશો એવી શુભકામના સાથે અભિનંદન.
April 29th, 2010 at 1:17 am
ખરેખર દિલ ના તાર હલાવી દે તેવી રચના છે તમને અભિનંદન,આ સાઇટ પહેલી વાર જ જોઇ અને તમારા જેવા નવા કવિયોની રચનાઓ વાંચવાની પણ ખુબ મજા પડી.
May 2nd, 2010 at 2:52 pm
thank u so much hiral,supriya,dhara,malav & parijat so much..
January 25th, 2011 at 11:22 am
માશાઅલ્લા અર્હ્મમદિલ્લા સુબાનલ્લા
દિલને ચિરીને નિકળી ગયી તમારી આ નઝ્મ મારા ભાઇ હજી આવું ઘણું લખો ને ઘણું આગળ વધો એવી દુઆ સાથે સલામ અને આશિષ.