Archive for December, 2009

કેમ પડતું નથી બદન હેઠું

Posted on December 29th, 2009 by gujaratikavita  |  2 Comments »

કેમ પડતું નથી બદન હેઠું, ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું. દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં, અન્ય બીજું કોઈ જઈ પેઠું. અગ્નિજ્વાળા શમી ગઈ અંતે, કોણ આ રાખથી થતું બેઠું. કોને મોઢું બતાવીએ આદિલ, માટીનું ઠીકરું અને એઠું. – આદિલ મન્સૂરી

એક પોએટ એટલે મૂંઝાયછે

Posted on December 29th, 2009 by gujaratikavita  |  5 Comments »

એક પોએટ એટલે મૂંઝાય છે ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું કિન્તુ તું સિક્સટીન દેખાય છે હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને એમાં સ્પેલિંગની ભૂલો થાય છે શી વુડન્ટ લિસન ટુ એનિવન અદમ આ ગઝલને ક્યાં કશું કહેવાય છે [...]

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

Posted on December 28th, 2009 by gujaratikavita  |  4 Comments »

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, [...]

એક ગઝલ લખુ…..

Posted on December 26th, 2009 by gujaratikavita  |  6 Comments »

“દીલ કરે છે એક ગઝલ લખુ, આવી લખુ ? કે તેવી લખુ ? ચિન્મય ની જેમ દુનિયાદારી લખુ, કે ચંદ્રેશ ની જેમ દીલ ની વાત લખુ, બધા જાણે તેમ ખુલ્લેઆમ લખુ, કે ડરી- ડરી ને ઠરીઠામ લખુ, દીલ ના દુઃખ ની વાત લખુ, કે હસીખુશી ના પ્રાશ લખુ, સમજી વિચારી ને આજ લખુ, કે આડેધડ [...]

ગુલમહોરનું ઝાડ

Posted on December 25th, 2009 by gujaratikavita  |  12 Comments »

અમદાવાદમાં વાસણા પાસે ભાવના એપાર્ટમેન્ટમાં અમારું જુનું ઘર હતું તેની સામે એક બહુ જ મોટું ગુલમહોરનું ઝાડ હતું, એ ઘર બદલીને બીજે રહેવા ગયાં પછી થોડા દિવસ તો નવાં ઘર માં ખુબ મજા આવી પણ પછી એ જુનું ઘર અને ગુલમહોરનું ઝાડ બહુ જોરથી યાદ આવવા લાગ્યું..વારેઘડિયે પેલા ગુલમહોરનાં ઝાડને અને જુનાં મિત્રોને જોવા-મળવા જતો,આજે [...]

દરીયો જોયો પહેલીવાર…

Posted on December 24th, 2009 by gujaratikavita  |  4 Comments »

દિલ તમે મારૂ તોડ્યુ

Posted on December 22nd, 2009 by gujaratikavita  |  5 Comments »

મને ગમતી વસ્તુ

Posted on December 22nd, 2009 by gujaratikavita  |  1 Comment »

2012 – રાખ ના રમકડા રાખ મા ભળી જાવાના

Posted on December 18th, 2009 by gujaratikavita  |  4 Comments »

“શુ લઈ ને આવ્યા હતા, શુ લઈ ને જાવાના છે, રાખ ના રમકડા રાખ મા ભળી જાવાના છે, જાણકારો કહે છે મધ્યાહને છે સૂરજ એની ઉંમરના, એક દિવસ એના કિરણો પણ વિખેરાઈ જાવાના છે, આંખો મીંચી જેની પાછળ લાંબી દોટ મૂકી, એ પૈસા પણ ક્યાં કામ આવવાના છે, પ્રેમ કર્યો,દુઃખ સહ્યા,સાથે રહ્યા કે છૂટા પડ્યા, [...]

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને

Posted on December 16th, 2009 by gujaratikavita  |  No Comments »

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે [...]