શક્ય છે….!!!

November 24th, 2009

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય,
ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય !
છાની પીડાને પારખી શકે,
ઘૂંટાતી વેદનાને ચાખી શકે !
લાગણી અવ્યકત જાણી શકે,
જગજિતની ગઝલ માણી શકે !
મૌનની લિપિને જે ઉકેલી શકે,
સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે !
આનંદમાં પૂર્ણત: ખીલી શકે !
ઉદાસીને એક ખભે ઝીલી શકે !
અજાણી કેડી પર ચાલી શકે,
ભેરુનો હાથ પણ ઝાલી શકે !
સઘળું મન વણબોલ્યે કળી શકે,
શક્ય છે…. મને એક જણ (એવું) મળી શકે !!!

– રેખા સરવૈયા

6 Responses to “શક્ય છે….!!!”

  1. meghal says:

    very good.keep it up

  2. prakash says:

    શક્ય છે. શક્ય છે. શક્ય છે.
    ધારો તે શક્ય છે…

    પ્રકાશ

  3. ચિન્મય જોષિ says:

    મિઠી કવિતા..

  4. જ઼ૈમિન - “બદનામ” says:

    તમે વિચારો છો એવુ તમને મળી શકે, અને કવિહ્દયી વ્યક્તી ને એવો જ સંગાથ ફળી શકે…
    સુંદર પંક્તિઓ……

  5. SUPRIYA KATPADE says:

    all d girl’s “dream husband”…….

  6. MEHUL JANI says:

    HATS OF U REKHA JI …. I JUST FEEL AWESOME BY STARTING OF UR POEM THAT IS ENOUGH FOR THE REST…….

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books