મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
– બરકર વીરાણી ‘બેફામ’
November 25th, 2009 at 1:40 pm
dear, virani sir,
Iam very much glad when read or listen your Gaazal.Realy your words
of Gaagal is comes by heartly filling.
December 1st, 2009 at 11:01 pm
હુ નહી કહુ વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી, પણ વીરાણી સાહેબ વિશે કઈ કહેવુ સુરજ ને અરીસો બતાવવા જેમ હશે…it is simply devine!!!!!!
December 2nd, 2009 at 8:02 am
જૈમિન સાથે સહમત થાવ છુ હર ગઝલ બેફામ નિ બેફામ છે..
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
બસ દિલની મહોબત મિટતિ નથી બહોત ખુબ..
સપના
December 5th, 2009 at 9:15 pm
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે
મારાથી વધારે શું મને લોકો પિછાણે છે
જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે
વાહ,એક સુંદર હ્રદય જ ઉત્તમ વિચારી શકે અને સર્વોત્તમ લખી શકે,નહિ?
March 2nd, 2010 at 2:05 pm
હીરા માનેક ની કોઇ વિસાત નથી,
કિમ્મત તમરા કાવ્યની આ પ્રમાણે છે
August 4th, 2011 at 12:27 pm
Hu hamensha BEFAAMSAHEB no chahak rahyo chhu,temni ek-ek rachana atulya chhe, amulya chhe…