લખાવો મને !
વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!
એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !
સત્ય કહેવું જો ગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.
જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.
સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.
- રાકેશ ઠક્કર
November 12th, 2009 at 1:56 pm
vaah ! kub sundar gazal…
આ ટોળાઓ ની ભીડ મા, હુ એકલતા નો મેળો સજાવુ…..
December 10th, 2009 at 10:48 pm
ખૂબ સુંદર….