Archive for November, 2009
હિંસા-અહિંસા
અહિંસાવાદી વિચારસરણી ખુબ મુસીબત લાવી, કાયરતા હવે અહિંસાનો ડાગલો પેહેરી ફાવી… ભૂલી ગયા ઈતિહાસ સૌ શિવાજી-ટીપુ-રણજીતસિંહનો, ઘર કરિ ગયો અહિંસાનો કાયર વાયરસ ગાંધીનો… મુગલ મર્યા- અંગ્રેજ ગયાં દેશ આઝાદ થયો લાગ્યો, હમણાં મોડે ભાન થયું,પછી અહિંસાનો દોરદમામ આવ્યો… અહિંસાના સગવડીયા સ્વભાવથી જ્યારે બધા છે રાજી, શૂરવીરતા ત્યારે હિંસાખોરી નું લેબલ લઈને લાજી… હિંસા-અહિંસા એ કુદરતનો [...]
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે. મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી, હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે. સુણું છું મારી વાતો [...]
હમણાં હમણાં
પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં કોનો એને સંગ થયો છે ખબર નહીં બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં સવાર મારી [...]
શક્ય છે….!!!
પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય, ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય ! છાની પીડાને પારખી શકે, ઘૂંટાતી વેદનાને ચાખી શકે ! લાગણી અવ્યકત જાણી શકે, જગજિતની ગઝલ માણી શકે ! મૌનની લિપિને જે ઉકેલી શકે, સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે ! આનંદમાં પૂર્ણત: ખીલી શકે ! ઉદાસીને એક ખભે ઝીલી શકે ! અજાણી [...]
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ એથી છુટી તેની જીભડી રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ સાસરીએ જૂદેરી એની જાત રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ અગન ભરેલ એની આંખડી રે લોલ વડ્કા ભરેલાં એના વેણ રે પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ [...]
લખાવો મને !
વાપરો કળ ને બનાવો મને ! લાશ છું હું, બસ તરાવો મને! એમ બનતી હોય જો આ ગઝલ, લો કલમ- કાગળ, લખાવો મને ! સત્ય કહેવું જો ગુનો હોય તો, લો શુળીએ પણ ચઢાવો મને. જિંદગીએ બહુ રડાવ્યો મને, હું ભૂલ્યો હસવું, હસાવો મને. સાદગીમાં જિંદગી થઇ પુરી, ના હવે દોસ્તો સજાવો મને. – રાકેશ [...]
જિંદગી કોને કહો છો, જો નહિ
જિંદગી કોને કહો છો, જો નહિ આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ? ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા ઝંખતી ના આરઝૂ હૈયા તણી ? જિંદગી શી ચીજ છે, જો એ નહિ કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ? ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા મોજ મીઠી માનવા આંસુ તણી ? જિંદગી શું છે કહોને, જો નહિ [...]
તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ
તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ. કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે, ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ. બની શકે તો એ વસમા દહાડા પાછા દે, ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ. નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ, નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ. [...]