ગઝલના શેર છે !

October 15th, 2009

માનવીને માનવીમાં ફેર છે,
લાગણી સાથે મગજને વેર છે.
અંતમાં અસબાબ જોયો તો મળ્યા,
માલ- મિલ્કત બસ ગઝલના શેર છે !
કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?,
દોડતું ને ભાગતું આ શ્હેર છે.
આપણાં માન્યાં હતાં જેને સદા,
એ જ આખર નીકળ્યા તો ગેર છે.
જિંદગી આ જીવવાની ને પછી-,
શિવ કહેશે? શું ખરેખર ઝેર છે.

- રાકેશ ઠક્કર

2 Responses to “ગઝલના શેર છે !”

  1. darshin says:

    waah bahut khub!!!

  2. જ઼ૈમિન - “બદનામ” says:

    લાગણી સાથે મગજને વેર છે….આપણાં માન્યાં હતાં જેને સદા,
    એ જ આખર નીકળ્યા તો ગેર છે….ભૂતકાળ યાદ કરાવી દીધો તમે..સુંદર, ખૂબ સુંદર….

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books