દિવાળી
મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન
લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર
શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
- રમેશ પટેલ(આકાશદીપ)
October 14th, 2009 at 9:31 pm
દિવાળી એટલે ઉમળકો.સ્નેહ ભર્યા આવકાર
અને ગામડામાં જે કૌટુમ્બીક ભાવનાની મહત્ત છે
આજે આ કવનમાં ઉભરાઈ.
મજાની વધામણી અને મહેમાનગતી.
અભિનંદન,શ્રી રમેશભાઇ(આકાશદીપ)
ચીરાગ પટેલ
October 21st, 2009 at 10:40 am
Happy Diwali
&
Happy New Year to all
http://www.gujjustuff.com