ગઝલના શેર છે !
માનવીને માનવીમાં ફેર છે, લાગણી સાથે મગજને વેર છે. અંતમાં અસબાબ જોયો તો મળ્યા, માલ- મિલ્કત બસ ગઝલના શેર છે ! કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?, દોડતું ને ભાગતું આ શ્હેર છે. આપણાં માન્યાં હતાં જેને સદા, એ જ આખર નીકળ્યા તો ગેર છે. જિંદગી આ જીવવાની ને પછી-, શિવ કહેશે? શું ખરેખર ઝેર છે. [...]