વીંધી ગઝલ

September 25th, 2009

દિલમાં આંધી ગઝલ,
સત્યમાં ગાંધી ગઝલ.

છોડવું ગમશે બધું,
એક આ બાંધી ગઝલ.

અર્થનું કર લક્ષ્ય ને,
નાંખ તું વીંધી ગઝલ.

દિલની દોલત એ જ છે ,
માંગતા દીધી ગઝલ.

જોઇ એનો પ્રેમ ખૂબ,
આજ થૈ ઘાંઘી ગઝલ.

ભૂલવા આ લોકને,
દોસ્ત મેં સાધી ગઝલ.

શબ્દ તો છટપટ કરે,
છંદમાં નાથી ગઝલ.

- રાકેશ ઠક્કર

5 Responses to “વીંધી ગઝલ”

  1. rajakumar says:

    ગઝલ પરની સરસ ગઝલ.
    છોડવું ગમશે બધું,
    એક આ બાંધી ગઝલ.

  2. ગઝલ સરસ છે પણ કાફિયાદોષ કઠે છે..

    મત્લાના શેરમાં આંધી અને ગાંધી વાપર્યા પછી દીધી અને કીધી કાફિયા શી રીતે ચાલે?

  3. રાકેશ ઠક્કર, વાપી says:

    વિવેકભાઇનો આભાર.
    આ ગઝલમાં કાફિયા દોષ દેખાય છે. એ વાત સાચી છે. પ્રથમ આ ગઝલ કવિશ્રી સુધીર પટેલને વંચાવી ત્યારે તેમણે પણ નિયમ મુજબ મત્લામાં જો કાફિયા ‘આંધી’, ‘ગાંધી’ હોય તો, પછી દરેક શે’રમાં એ રીતે જ ‘બાંધી’ વિ કાફિયા આવે, , ‘વીંધી’, ‘ઘાંઘી’ ને બદલે - એમ જણાવી ઉમેરેલ કે એ જડ નિયમમાં છૂટ લેવી પડે તો બહુ વાંધાજનક ગણતો નથી.
    છતાં હવે પછી નિયમનો ચુસ્ત અમલ કરવાનો પ્રયત્ન કરીશ જ. ધ્યાન દોરવા બદલ આભાર.
    રાકેશ ઠક્કર, વાપી

  4. gujjustuff says:

    કાફિયા દોષ છે પણ ગઝલ છે મઝાની…

    શબ્દ તો છટપટ કરે,
    છંદમાં નાથી ગઝલ.

    Gujarati Stuff

  5. chinmay joshi says:

    bahu j sundar gazal chhe..pan hu vivekbhai ni vaat thi sehemat chhu..kaink missing lagyu tamari gazal ma..

    anyways,tame mane kehsho ke hu kayi rite maari kavita aa site upar upload karu,mane kavita post karva mate ni koi link na mali..tame mane guide karsho??thank you.

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books