વીંધી ગઝલ
દિલમાં આંધી ગઝલ, સત્યમાં ગાંધી ગઝલ. છોડવું ગમશે બધું, એક આ બાંધી ગઝલ. અર્થનું કર લક્ષ્ય ને, નાંખ તું વીંધી ગઝલ. દિલની દોલત એ જ છે , માંગતા દીધી ગઝલ. જોઇ એનો પ્રેમ ખૂબ, આજ થૈ ઘાંઘી ગઝલ. ભૂલવા આ લોકને, દોસ્ત મેં સાધી ગઝલ. શબ્દ તો છટપટ કરે, છંદમાં નાથી ગઝલ. – રાકેશ ઠક્કર