કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે
કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે
જો હવામાં તીર પાછું જઈ શકે છે
તું શું જાણે રેતના ઘરનો મહિમા!
એક મોજું એક ક્ષણ તો રહી શકે છે!
હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું
આ નદીનો અર્થ કેવો વહી શકે છે!
કાળજું કંપે નહિ જો વૃક્ષનું તો
તું ખરેલું એક પીંછું લઈ શકે છે
જ્યાં લગી આ મીણબત્તી હો સળગતી
તું ય તારી આપવીતી કહી શકે છે
— સુરેન્દ્ર કડિયા