વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક
‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે ?

- ડૉ. વિવેક મનહર ટેલર

This entry was posted on Tuesday, August 4th, 2009 at 8:33 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?”

  1. Beena Kansara Says:

    realy it’s nice poem.

  2. Vishal Dhobi Says:

    Mind blowing…!
    Fantastic..!!

Leave a Reply