Archive for August, 2009

મફતનાં કામણ

Posted on August 31st, 2009 by admin  |  4 Comments »

વ્યંગ કવન,મફત માર્કેટિંગનાં કામણ… ————————————- મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર મફતનો અજંપો લાગે ના [...]

વિસામા

Posted on August 28th, 2009 by admin  |  2 Comments »

જીવનમાં વિસામો ના હોય તો જીંદગી ભાર રુપ લાગવા માંડે છે. એક નાનકડું બીજ અંકુર બને, વૃક્ષ થાય અને કેવા વિસામા જગત ને મળે….. છંદ વિધાન ..ગા ગા ગા લ ગા લ ગા ગા ગાગાગાલ ગાલ ગાગા —————- જોને કેવું બીજ સંવરતું સ્વપ્નસું વટવૃક્ષે ને કોમલ અંકુર દે વૃક્ષના છત્ત્રર વિસામા બાલેન્દુ હું બીજ ઘેલી [...]

બધાંય જાણે, ગઝલ કહું છું

Posted on August 24th, 2009 by admin  |  2 Comments »

બધાંય જાણે, ગઝલ કહું છું, ગજા પ્રમાણે ગઝલ કહું છું! કથા બધાંની પછી કહીશું, હું તો અટાણે ગઝલ કહું છું! નથી ખબર તો મનેય એની, અલખ ઉખાણે ગઝલ કહું છું! ભર્યા બજારે ન કૈજ લાધ્યું, વગર હટાણે ગઝલ કહું છું! સમય પ્રમાણે રહું છું સાવધ, હું ક્યાં કટાણે ગઝલ કહું છું! મૂડીના નામે બચું છે [...]

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ

Posted on August 24th, 2009 by admin  |  4 Comments »

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ – બેફામ

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં

Posted on August 24th, 2009 by admin  |  1 Comment »

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં, હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં. સોળ આના સાવ સાચી વાત લઈને આવજો, હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં. પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા, ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં. હું તમારી જીતનો હિમાયતી છું એટલે, સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં. કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા, રાત આખી જાગવાનો, [...]

વાતને સાચવી લો

Posted on August 18th, 2009 by admin  |  3 Comments »

વાતને સાચવી લો, રાતને સાચવી લો. શબ્દ કંઇ બોલશો નહિ, જાતને સાચવી લો. હાથથી એ સરકતી, રેતને સાચવી લો! વિસ્તરે છે મકાનો, ખેતને સાચવી લો.. જો વધે આમ નફરત, હેતને સાચવી લો. – રાકેશ ઠક્કર

પીઠ પાછળ કર્યો વાર છે

Posted on August 12th, 2009 by admin  |  1 Comment »

પીઠ પાછળ કર્યો વાર છે, માનજે ખાસ એ યાર છે. કેમ મુકામ મળશે તને, મન મહીં માત્ર વિચાર છે. એમના લગ્નમાં હું નથી, પ્રેમનો આ કથા સાર છે. વાતને વાતમાં તોડતા, દિલ શું મુજ બે-ચાર છે? – રાકેશ ઠક્કર

તારા નજીક આવતા પગલા હું સાંભળું

Posted on August 6th, 2009 by admin  |  1 Comment »

તારા નજીક આવતા પગલા હું સાંભળું નાચી રહેલ મોરના ટહુંકા હું સાંભળું એકેક શબ્દ શબ્દ મને યાદ આવશે ખામોશ ઘ્યાનથી તને કહેતા હું સાંભળું ગીતો મળીને પ્રેમ્ સભર એમ ગાઈએં અડધા તું સાંભળે, પછી અડધા હું સાંભળું એ પ્રેમની કહાની કહે આપણી બધા જેને તું હસતાં સાંભળે, રડતા હું સાંભળું ડુસ્કા ભરી ભરી અને થાકી [...]

ને તેં તો લંબાવી દીધી કેડી!

Posted on August 6th, 2009 by admin  |  1 Comment »

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા ને તેં તો લંબાવી દીધી કેડી! આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં નજરુંની બાંધી દીધી બેડી! હૈયાનાં દ્વાર હજી ખૂલ્યાં–અધખૂલ્યાં ત્યાં અણબોલી વાણી તેં જાણી! અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં પૂનમની ચાંદની માણી! પળની એકાદ કૂણી લાગણી પ્યાલીમાં, આયુષની અમીધાર રેડી. પગલું મેં માંડ માંડ [...]

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!

Posted on August 6th, 2009 by admin  |  3 Comments »

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે! લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે. પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે; ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે? એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં, બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે! ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને– આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા [...]