કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી
હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે બૉમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ? એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ? મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે દાબડીમાં એક માણસ બંધ [...]
આભ ધરાના મિલન ક્ષિતિજે દિઠા અમે તો આભાસી રમે ચાંદલો મસ્ત ગગને ને જળ દર્શને એ આભાસી પ્રભુ સહવાસી ને સંગે એ સહ પ્રવાસી ન સમજાતું તોયે શું છે આભાસી ઝીલે જલધારો રવિ કિરણો ને રમે મેઘધનુષ વ્યોમે આભાસી સાત રંગો ઘૂમે ચગડોળે ને ખીલતા શ્વેત રંગ તે આભાસી નથી સમજાતું કેમ રમે આ આભાસી [...]
એક હતો રેઇનકોટ ને આપણે બે ! પછી એક ટીપું પછી સહેજ ઝરમર પછી મન મૂકી વરસી પડ્યો મેહ. તું જ ઓઢને ! ‘તારે જ ઓઢવો પડશે’ એવો હુકમ કીધો આ જહાંપનાહે ને બદતમીજીની હદ આવી ગઇ. ‘હું નહીં તમે જ ઓઢો’ એવી હઠ લીધી તે નૂરજહાંએ. હું નહીં હું નહીં કરતાં આપણે કેટલું નાહ્યાં [...]
કોઈ ગુનો કર્યોજ નથી,એમ પણ નથી. એને હું સાંભર્યોજ નથી,એમ પણ નથી. મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે? તેં હાથ આ ધર્યોજ નથી,એમ પણ નથી. આ ગામ,આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ પાછો હું ત્યાં ફર્યો જ નથી,એમ પણ નથી. તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવીઅ ને કાંઈ કરગર્યો નથી ,એમ પણ નથી. [...]
ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે. તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે રાહ તું લે જે એ બધી રાહ માં મારું ઘર પડે. તારી છલકમાં એમ કંઇ મારી ય છોળ ઓતપ્રોત તારી ખબર થતાં મને મારા વિષે ખબર પડે. તારી સુવાસ પાસ આ [...]
આદમ બધાં એ ગામનાં, ભુલા પડ્યાં, ગુમનામ છે! ભુલી પડેલી ભીડમાં પણ ભોમિયાનાં નામ છે! છળકપટનાં છોડનાં મૂળ વડ સમાં ઊંડા બને, વડવાઇનાં કંટક બને એ પાપનો અંજામ છે! હર પળ મરી જીવવા થકી પળ પળ હણી સ્પર્ધા કરે, કજિયા કરે, નથી જાણતા- રાહત તણું ઇનામ છે! ઉલેચશે મધ મન ભરી, નહિ વ્હેચતાં ટીપું કદી, [...]
ખ્યાલે વસી છે કામળી કાળી રસૂલની સદભાગ્ય મારૂં, થાય છે ઝાંખી રસૂલની ગુંજે ખુદાના નામની સાથે નબીનું નામ સૃષ્ટિમાં બે મિસાલ છે શાહી રસૂલની હૈયે ધરી એ ધર્મના જ્યોતિર્ધેરો થયા એવી પ્રકાશવાન છે વાણી રસૂલની મુક્તિની કોને ઝંખના,કે મુક્તિ કુફ્ર છે કરવી ગમે છે અમને ગુલામી રસૂલની દીપક હવે આ કેફ કદી ઊતરે નહીં અમને [...]
જરૂર કાંઈક તો કમી હતી આજે તારી મહેફિલમાં, તારી નજરના જામ અમે પીધા ન હતા. આમ તો મળતા હતા અમે હજારો દોસ્તો ને રોજ, પણ તારી સરખામણીના કોઇ ન હતા. તેમનો સાથ હતો પણ તે હમસફર તો ન હતા, કદાચ અમે તો તેમની મંજીલ પણ ન હતા. રાત ભર ઘરમાં તેના પગરવના ભણકારા તો હતા, [...]
મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી મારી ઓળખાણ મને પુછશો નહીં તમને ખબર નથી તો મને પણ ખબર નથી. ——————————- ના કરો અનુમાન, કે મને કોન ગમે છે, હોઠો પર મારા, કોનુ નામ રમે છે, ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી, બાકી આથમતી [...]