તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??

તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??
કે તારી ને મારી મિત્રતા વિશે લખું ??
કોરીધાકોર તારી લાગણીઓ વિશે લખું ??
કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ??
સમયે મારેલાં તમાચાઓ વિશે લખું ??
કે સંબંધમાં મળેલા વિશ્વાસઘાત વિશે લખું ??
સ્વપ્‍ન વીહોણી તારી રાતો વિશે લખું ??
કે નિસાસા થી ભરેલા તારા શ્વાસ વિશે લખું ??
સ્પંદન વીહોણા તારા અહેસાસ વિશે લખું??
કે કોઈને સ્પર્શેલા તારા સંભારણા વિશે લખું ??
લખવા માટે તો ઘણું બધુ છે મારા વાહલા,
હવે તુજ કહે કે હું શેના વિશે લખું ???

This entry was posted on Wednesday, July 29th, 2009 at 8:49 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??”

  1. beena patel Says:

    aa kavita mara dil ne sparsi gai!!!! vahaaaa vahaaa shu kavita chhe!!!!

  2. kaumil Says:

    ખુબ જ સરસ લખો છો…..

  3. pyl Says:

    very nice kavita

    keep it up!

Leave a Reply