ધીર ને ગંભીર થાતાં જાય છે

ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

- દિનેશ કાનાણી

This entry was posted on Friday, July 24th, 2009 at 5:52 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “ધીર ને ગંભીર થાતાં જાય છે”

  1. kaumil Says:

    અભિનંદન ખુબ જ સરસ લખો છો…..

Leave a Reply