આભ ધરાના મિલન ક્ષિતિજે
આભ ધરાના મિલન ક્ષિતિજે
દિઠા અમે તો આભાસી
રમે ચાંદલો મસ્ત ગગને
ને જળ દર્શને એ આભાસી
પ્રભુ સહવાસી ને સંગે એ સહ પ્રવાસી
ન સમજાતું તોયે શું છે આભાસી
ઝીલે જલધારો રવિ કિરણો
ને રમે મેઘધનુષ વ્યોમે આભાસી
સાત રંગો ઘૂમે ચગડોળે
ને ખીલતા શ્વેત રંગ તે આભાસી
નથી સમજાતું કેમ રમે આ આભાસી
સાવજ ગરજે ગિરિ કંદરાએ
ને જોશીલો પડઘો ગૂંજે આભાસી
રણ મધ્યે લહરે સરોવર
ને દીઠી મૃગજળ માયા આભાસી
નથી સમજાતું ક્યાં છૂપાયું આ આભાસી
હું ઉભો આયના સમક્ષ
ને મુજ દર્શન તે આભાસી
સકારણ આવે સ્વપ્નો કવિને
ને જાગ્યા તો કહે છે આભાસી
વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી
નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી
હરિ સમાણો કણકણમાં સઘળે
તોય જગ માયા મહા આભાસી
વાહ ખેલૈયા ખેલ નિરાલા
ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી
ફૂંક મારી તો બંસરી બોલી
શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી
- રમેશ પટેલ(આકાશદીપ)
July 14th, 2009 at 7:01 pm
વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી
નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી
હરિ સમાણો કણકણમાં સઘળે
તોય જગ માયા મહા આભાસી
વાહ ખેલૈયા ખેલ નિરાલા
ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી
ફૂંક મારી તો બંસરી બોલી
શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી
- રમેશ પટેલ(આકાશદીપ)
આભાસી , રમેશ પટેલ ( આકાશદીપ) ની કવિતાઓ એવી ભાવભરી રીતે
નીખરી આવેછે કે મનન કરતા થઈ જઇએ.વસ્તુ વિષયને આધ્યાત્મિક
દૃષ્ટિ કોણથી તરબોળ કરતી સુંદર રચના માટે અભિનંદન.
ચંદ્ર પટેલ
July 14th, 2009 at 9:37 pm
આભ ધરાના મિલન ક્ષિતિજે
દિઠા અમે તો આભાસી
some special feelings
experienced.
lovely poem.
Thanks to share.
Chirag Patel
July 16th, 2009 at 9:59 pm
આભાસી તત્ત્વ અને પરમ તત્ત્વને કેટલી સરળ અને સફળ રીતે
આપણી સમક્ષ કવિ લઈ આવ્યા.અભિનંદન આવી સુંદર કાવ્ય કલા માટે.
પરેશ પટેલ
November 9th, 2010 at 7:45 am
આભ ધરાના મિલન ક્ષિતિજે
દિઠા અમે તો આભાસી
રમે ચાંદલો મસ્ત ગગને
ને જળ દર્શને એ આભાસી
રમેશભાઈ,
તમારી કેટલીએ કવિતાઓ મનને ઝણઝણાવી દે છે, આ કવિતા એમાની એક છે. આવી અંતરના ઊંડાણમાંથી આવેલી કવિતાઓ ઉપર કોમેન્ટસ કરવાનું મારું ગજું નથી. Engineer તરીકે Carrier બનાવવા ૧૯૫૩થી ગુજરાતી સાહિત્યની નજીક ભટક્યો પણ નથી.૨૦૦૮ મા છ મહિના માટે અમેરિકા હતો ત્યારે સમય પસાર કરવા “રીડ ગુજરાતી”, “ટંહુકો” વગેરે બ્લોગસ પર જતો અને ત્યારથી ફરી રસ પડવા લાગ્યો. તમારા બ્લોગની ઘણીવાર મુલાકાત લઊં છુઊં.
-પી.કે. દાવડા