ખ્યાલે વસી છે કામળી કાળી રસૂલની
July 8th, 2009
ખ્યાલે વસી છે કામળી કાળી રસૂલની
સદભાગ્ય મારૂં, થાય છે ઝાંખી રસૂલની
ગુંજે ખુદાના નામની સાથે નબીનું નામ
સૃષ્ટિમાં બે મિસાલ છે શાહી રસૂલની
હૈયે ધરી એ ધર્મના જ્યોતિર્ધેરો થયા
એવી પ્રકાશવાન છે વાણી રસૂલની
મુક્તિની કોને ઝંખના,કે મુક્તિ કુફ્ર છે
કરવી ગમે છે અમને ગુલામી રસૂલની
દીપક હવે આ કેફ કદી ઊતરે નહીં
અમને મળી છે દીવ્ય સુરાહી રસૂલની
- રસૂલ (વિશ્વના અંતિમ નબી હજરત મુહમ્મદ સલ. સાહેબ)







this is mind blowing