એક હતો રેઇનકોટ

July 8th, 2009

એક  હતો  રેઇનકોટ
ને  આપણે  બે !
પછી  એક  ટીપું  પછી  સહેજ  ઝરમર
પછી  મન  મૂકી
વરસી  પડ્યો  મેહ.

તું  જ  ઓઢને  !
‘તારે  જ  ઓઢવો  પડશે’  એવો
હુકમ  કીધો  આ  જહાંપનાહે  ને
બદતમીજીની  હદ  આવી  ગઇ.
‘હું  નહીં  તમે  જ  ઓઢો’  એવી
હઠ  લીધી  તે  નૂરજહાંએ.
હું  નહીં  હું  નહીં  કરતાં  આપણે
કેટલું  નાહ્યાં  !  કેટલું  નાહ્યાં !

યાદ  છે  તને  ?
સારું  થયું  ને  ?  કે…..
બે  હતાં  આપણે
ને  રેઇનકોટ  એક  !

- બકુલ ત્રિપાઠી

3 Responses to “એક હતો રેઇનકોટ”

  1. chetan prajapati says:

    what a gazal!!!!! yaad amne pan avi gayu k rainkot hato 1……

  2. ધીમે ધીમે પણ અસરકારક સળવળાટ વ્યાપ્યો ……

  3. Atish says:

    an excellent

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books