આદમ બધાં એ ગામનાં, ભુલા પડ્યાં, ગુમનામ છે!
આદમ બધાં એ ગામનાં, ભુલા પડ્યાં, ગુમનામ છે!
ભુલી પડેલી ભીડમાં પણ ભોમિયાનાં નામ છે!
છળકપટનાં છોડનાં મૂળ વડ સમાં ઊંડા બને,
વડવાઇનાં કંટક બને એ પાપનો અંજામ છે!
હર પળ મરી જીવવા થકી પળ પળ હણી સ્પર્ધા કરે,
કજિયા કરે, નથી જાણતા- રાહત તણું ઇનામ છે!
ઉલેચશે મધ મન ભરી, નહિ વ્હેચતાં ટીપું કદી,
દરિયો લઇ પણ કકળશે, ઉલેચવાનાં દામ છે!
અન્યાયની આંધી મચે, નરમાશથી નિંદા પચે,
કોઠે પડે વિષ બસ પછી તો અમરતોના જામ છે!
કોઈ રટે કુરાનને તો કોઈ રામાયણ રટે
અલ્લાહ બાંગે-બાંગ છે, પથ્થર તરે ત્યાં રામ છે!
આંટી રમી ઘુંટી કરી રમતાં વિજયની આશથી,
રમતાં કદી તો જીતશે એ વાતનો આરામ છે!
આદમ બધાં એ ગામમાં બદનામ છે બેનામ છે!
ખોવાય છે સો શેરીએ પણ ચાલમાં બેફામ છે!
-તેજસ શાહ
July 11th, 2009 at 10:46 am
Hello………..
good posting…..i am not used to read Gujarati literature but loved it.
Is that from famous “Shekhadum Abuwala”
rd
July 20th, 2009 at 2:32 pm
Dear Rakeshbhai,
Thanks for your comments. You can enjoy my other creations on http://www.tejshah.wordpress.com
Thanks
Tejas