કોઈ ગુનો કર્યોજ નથી,એમ પણ નથી.

કોઈ ગુનો કર્યોજ નથી,એમ પણ નથી.
એને હું સાંભર્યોજ નથી,એમ પણ નથી.

મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યોજ નથી,એમ પણ નથી.

આ ગામ,આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ
પાછો હું ત્યાં ફર્યો જ નથી,એમ પણ નથી.

તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવીઅ
ને કાંઈ કરગર્યો નથી ,એમ પણ નથી.

તારી નજર બહાર ગયો તો નથી  સનમ!
ચીલો મેં ચાતર્યોજ નથી,એમ પણ નથી.

દોસ્તોઅ હવે તો મારી હયાતીને દુવા દો !
કહેશો મા કે મર્યોજ નથી,એમ પણ નથી.

- મારી હયાતીને દુવા દો—મકરંદ દવે

This entry was posted on Wednesday, July 8th, 2009 at 7:58 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply