જરૂર કાંઈક તો કમી હતી આજે તારી મહેફિલમાં
જરૂર કાંઈક તો કમી હતી આજે તારી મહેફિલમાં,
તારી નજરના જામ અમે પીધા ન હતા.
આમ તો મળતા હતા અમે હજારો દોસ્તો ને રોજ,
પણ તારી સરખામણીના કોઇ ન હતા.
તેમનો સાથ હતો પણ તે હમસફર તો ન હતા,
કદાચ અમે તો તેમની મંજીલ પણ ન હતા.
રાત ભર ઘરમાં તેના પગરવના ભણકારા તો હતા,
પણ તે અમારા બારણે આવ્યા ન હતા.
તમે જ કહો કે કોને હવે મળું ને શું વાત પણ કરું,
મારી વાત સાંભળવા વાળા કોઇ ન હતા.
ફરું તો છું લઈ ને સાથે તેમની યાદોની વણજારને,
કેમ કહી દઉ કે તે મારી સાથે ન હતા.
તમારા હર એક આંસુંને ખોબામાં જીલતા તો હતા,
ને હવે અમારા આંસું તો સુકાતા ન હતા.
અમે જુઓ ગુજારી આ જીદગી તારી આરજૂમાં,
તમને મારી વેદનાના અંદાજ પણ ન હતા.
તારા કાંપતા હોઠો પર કદાચ એક નામ તો હતું,
તારા નામની પાછળ મારું નામ ન હતું.
જરૂર હશે કાંઇક તો વાત કે હશે કદાચ મારું બદનસીબ,
ખબર છે તમે કાંઇ બેવફા ન હતા.
- સોહિલ પટેલ
July 9th, 2009 at 4:57 am
bahu saras rachana chhe sohil..
Khare khar a kavita vanchata aem lagyu ke man ni andar na koi khuna ma thi bahar aavi hoy..
Really very nice one liked it very very much…
November 26th, 2009 at 6:26 pm
Hi Sohil Saras Lakhyu chhe..
December 2nd, 2009 at 7:24 am
(Kathit) prem jyaare bramanaa bane te bhavone sundar rite raju karati rachanaa…