Archive for June, 2009

ધૂપ પણ છે, છાંવ છે ચાલ્યા કરે

Posted on June 10th, 2009 by admin  |  1 Comment »

ધૂપ પણ છે, છાંવ છે ચાલ્યા કરે ઝાંઝવાં છે, નાવ છે ચાલ્યા કરે. આંખ ભીની થાય શું કારણ વગર? બસ જરા લગાવ છે ચાલ્યા કરે. ગત સમયના ધૂંધળા નકશા ઉપર સાવ લીલા ઘાવ છે ચાલ્યા કરે. આ ક્ષણોનો કાફલો ચાલ્યો હવે, આ કશીયે રાવ છે ચાલ્યા કરે. ને સમય થંભી ગયો એવું કહી, આજ મારો [...]

અહી કોણ ભલાને પુછે છે

Posted on June 5th, 2009 by admin  |  7 Comments »

અહી કોણ ભલાને પુછે છે,અહી કોણ બુરાને પુછે છે મતલબથિ બધાને નિસ્બત છે,અહી કોણ ખરાને પુછે છે અત્તરને બનાવ્યા પછિ ફુલોનિ દશા કોણ પુછે છે સંજોગો જુકવે છે નહિતર,અહી કોણ ખુદાને પુછે છે – સોહિલ પટેલ

પ્રણયનું દર્દ

Posted on June 4th, 2009 by admin  |  1 Comment »

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી – મનહરલાલ ચોક

અંતરે શાંતિ તો પારાવાર છે

Posted on June 4th, 2009 by admin  |  4 Comments »

અંતરે શાંતિ તો પારાવાર છે પ્રેમનો જયાં થાય ગુણાકાર છે, દુ:ખનો થઇ જાય ભાગાકાર છે. તીર કે તલવારને ભૂલી જશો, આ કલમ એથી ય પાણીદાર છે. યાદ, તો ભગવાનને કરતા રહો, આફતોનો એટલો આભાર છે. સાજની મોહતાજ સુંદરતા નથી, સાદગી બસ આપનો શણગાર છે. મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?, અંતરે શાંતિ તો પારાવાર છે. [...]

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે

Posted on June 2nd, 2009 by admin  |  2 Comments »

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે, ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે. કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા, જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે. ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને, અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે. દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં, ભરતી, નદીના જીવનું ધસમસતું પૂર છે. [...]

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું

Posted on June 2nd, 2009 by admin  |  1 Comment »

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું, સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું ! હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું, સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું! હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું, સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું! [...]