ધૂપ પણ છે, છાંવ છે ચાલ્યા કરે

ધૂપ પણ છે, છાંવ છે ચાલ્યા કરે
ઝાંઝવાં છે, નાવ છે ચાલ્યા કરે.

આંખ ભીની થાય શું કારણ વગર?
બસ જરા લગાવ છે ચાલ્યા કરે.

ગત સમયના ધૂંધળા નકશા ઉપર
સાવ લીલા ઘાવ છે ચાલ્યા કરે.

આ ક્ષણોનો કાફલો ચાલ્યો હવે,
આ કશીયે રાવ છે ચાલ્યા કરે.

ને સમય થંભી ગયો એવું કહી,
આજ મારો દાવ છે ચાલ્યા કરે.

- સલીમ શેખ ‘સાલસ’

This entry was posted on Wednesday, June 10th, 2009 at 2:30 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “ધૂપ પણ છે, છાંવ છે ચાલ્યા કરે”

  1. kumach Says:

    I read your article with great pleasure. Thank you.

Leave a Reply