Archive for June, 2009

અર્થ ના સૌ ખ્યાલ ઓઢીને ફર્યો

Posted on June 29th, 2009 by admin  |  No Comments »

અર્થ ના સૌ ખ્યાલ ઓઢીને ફર્યો શબ્દ બેમિસાલ ઓઢીને ફર્યો થૈ ગયો છું ન્યાલ ઓઢીને ફર્યો હું ગઝલની શાલ ઓઢીને ફર્યો ખેસ ગાલિબનો વિંટાળ્યો મેં કદી તો કદી ઇકબાલ ઓઢીને ફર્યો યાદને કયારેયના ભૂલી શક્યો કેં સદા ગઈકાલ ઓઢીને ફર્યો સૌ દગાબાજી સતત કરતા રહ્યા લોક માટે વ્હાલ ઓઢીને ફર્યો – નયન દેસાઈ

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે

Posted on June 29th, 2009 by admin  |  No Comments »

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે મરણના રૂપમાં જ્યારે મહાછળની [...]

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને

Posted on June 23rd, 2009 by admin  |  7 Comments »

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું, મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને, કૈં નહોતુ એ છતાં, સૌ એ [...]

દર્દ રાખે છે દિલ બધા માટે

Posted on June 23rd, 2009 by admin  |  No Comments »

દર્દ રાખે છે દિલ બધા માટે, એ સજા છે કવિ થવા માટે. યાદ માં તારી કે ગુનાહો માં, કંઈક ઈચ્છું છું ડૂબવા માટે. દિલ ઊઠી જાય છે એ દુનિયાથી, હાથ ઊઠતા નથી દુઆ માટે. કંઈક એ રીતથી ફના થઈએ, કંઈ ન બાકી રહે ખુદા માટે. એ શહીદોથી કમ નથી હોતા, જે જીવી જાય છે ખુદા [...]

આસમાને તું જરા તારા ગણી જો!

Posted on June 22nd, 2009 by admin  |  3 Comments »

આસમાને તું જરા તારા ગણી જો! ને હવામાં ભીંત તું તારે ચણી જો! બાળકોના હાસ્યમાં એ છે સમાયા, કેમ કહું કે ગ્રંથ – ગીતાને ભણી જો. જોર જીવનમાં ઘણું છે આમ તો ભૈ, તું ય ઘોડા જેમ થોડું હણહણી જો. આમ તો માની ગયા એ ભૂલ થઇ’તી, પણ હજુ સ્વીકારતા ક્યાં છે, ટણી જો! લે [...]

વાચવા જેવા વક્યો

Posted on June 22nd, 2009 by admin  |  15 Comments »

તું જો આજે મારી સાથે જાગશે

Posted on June 18th, 2009 by admin  |  No Comments »

તું જો આજે મારી સાથે જાગશે; ચાંદ થોડો ચાંદ જેવો લાગશે ! કોણ તારી વાત સાંભળશે, હૃદય ! એક પથ્થર કોને કોને વાગશે ! તું અમારો છે તો, ધરતીના ખુદા ! તું અમારા જેવો ક્યારે લાગશે ? જિંદગી શું એટલી નિર્દય હશે ? એ મને શું એક પળમાં ત્યાગશે ? હું રડું છું એ જ [...]

ક્યાં આરો ઓવારો હો જી

Posted on June 18th, 2009 by admin  |  No Comments »

ક્યાં આરો ઓવારો હો જી ઉતારશું ક્યાં ભારો હો જી થોડી ઠોકર થોડાં ફૂલો સપનાનો અણસારો હો જી પહોંચી જાશો સામે પાળે સ્હેજ તમે જો ધારો હો જી આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી એ કેડીથી ગુમ થવાનું વારા ફરતી વારો હો જી -અઝીઝ ટંકારવી

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે

Posted on June 11th, 2009 by admin  |  2 Comments »

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે. દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે. તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે, સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે. ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા, અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે. પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની, કફન ઓઢાડીને [...]

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો

Posted on June 11th, 2009 by admin  |  3 Comments »

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે : તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો ! કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો, જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો. કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં ના [...]