Archive for May, 2009

પૂરાવા ના મળ્યા

Posted on May 15th, 2009 by admin  |  2 Comments »

આપણે લાંબો સમય એવાં મળ્યાં અંતે એનાં કંઈ પૂરાવા ના મળ્યા. એ રીતે સંબંધ સૌ પૂરા થયા બે ઘડી વાતો કરી છૂટાં પડ્યાં લોક તો ભૂલી ગયાંતા ક્યારના તું મને ને હું તને ભૂલી ગયાં જે થયું સારું થયું કહેજે હવે કે ઘણાં બંધન તને છોડી ગયાં જે સતત સંભાળવા મારે પડ્યાં ડાયરીનાં પાન એ [...]

ધરમ

Posted on May 11th, 2009 by admin  |  2 Comments »

તારો ધરમ મારો ધરમ, ધરમની વાતો કરી છોડો ધરમ, મનમાં હીંસા, નયનમાં દ્વેશ કરુણા વગરનો કેવો ધરમ. ઉરમાં ના લાગણી, લોભની છે માગણી સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ, અપકાર કરતાં ના ખટકે દિલડાં , તો ધરમ નો શો જાણ્યો મરમ. વતનની શાખ, જનેતાની લાજ, શીર સાટે તોલે એજ સાચો ધરમ, ત્યાગની મહત્તા, તપની સાધના, જીંદગીમાં [...]

પ્રેમની પથારીએ પોઢી

Posted on May 11th, 2009 by admin  |  2 Comments »

પ્રેમની પથારીએ પોઢી આઠે પહોર સખી સપનાં રે આવે પ્રેમની પથારીએ પોઢી બંધ નયનોમાં રમાડી રુપલી ચાંદની પૂનમની ભરતી પખાળી ગગને ઘૂમું હું સ્વપ્ન પરી થઈ તારાએ દિલડાં શણગારી પહાડોની કંદરામાં પાડું રે પડઘા મોરને વનરાજી એ નચાવું સખી આજ હું પ્રેમની પથારીએ પોઢી ગીત સંગીતની છેડી સરગમ સૂરાવલી વાદળની ડુંગરીએ નાચી પુષ્પ પતંગિયું થઈ [...]

ભલે ભલો

Posted on May 9th, 2009 by admin  |  1 Comment »

ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સૂરજ લાગે ભલો સ્વજન આ દિપક અજવાળતો ઘરખૂણો ભલે વિહરે આભે મોટા થવા ગરજતા વાદળો લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે ભલે પૂંજાય ઘૂઘવતી સરીતા કરતી લીલાછમ ખેતરો લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા [...]

હું માનવને ખોળું

Posted on May 8th, 2009 by admin  |  2 Comments »

એક દિન અચાનક ભગવાન આવી ઊભા રે સામે પૂછે મુજને શું શોધે ‘આકાશદીપ’ તું અંધારે દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને હસી બોલ્યા ભગવાન અચરજથી, અલ્યા માણસનું કીડિયારું તારી સંગે ભાળું શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું? ભલા ભગવાન, તમે કારોબાર કરો વિરાટ વ્યોમેથી દૂરદૂર રહી સાચી [...]

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?

Posted on May 7th, 2009 by admin  |  1 Comment »

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું? એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું? જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું? લાગણી મારી ટકોરા બારણે પાછી વળી ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું? જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું, એક [...]

હીરા તળકામાં નખે કંઇ બોલતો

Posted on May 7th, 2009 by admin  |  No Comments »

હીરા તળકામાં નખે કંઇ બોલતો, હાવ વાખામાં નખે કંઇ બોલતો. હરાદમાં બામણને હઉં બોલાવહે, તોય ફરિયામાં નખે કંઇ બોલતો. ભૂતભૂવાની વચે રે’વાનું છે, ગામ ચોરામાં નખે કંઇ બોલતો. અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા, જાત પળખામાં નખે કંઇ બોલતો. છે જીવન કિસોર તરગાળા હમું, એ ભવાળામાં નખે કંઇ બોલતો. – કિશોર મોદી

દરિયાને તીર એક રેતીની ઓટલી

Posted on May 4th, 2009 by admin  |  No Comments »

દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે. પગલું તે એક એક પાડે મહેમાન એમ રામજીની આણ અમે દીધી જી રે. પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, પગલું સોનેરી એક પાડજો જી રે. પગલામાં નવલખ તારાની ભાત ને સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે. બીજા મહેમાન તમે આવો, પવનદેવ, પગલું પનોતું એક પાડજો [...]

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !

Posted on May 4th, 2009 by admin  |  No Comments »

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે ! કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે, જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા- બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે. ન જાગે એ રીતે [...]

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે

Posted on May 4th, 2009 by admin  |  1 Comment »

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે ! કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’, પોતે ન દે, બીજાની કને માગવા ન દે ! -’મરીઝ’