મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા
જોતી’તી વ્હાલાની વાટ રે…
અલબેલા કાજે ઉજાગરો
પગલે પગલે એના ભણકારા વાગતા
અંતરમાં અમથા ઉચાટ રે…અલબેલા કાજે
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હીંડોળાખાટ રે… અલબેલા કાજે
ધેરાતી આંખડીને દીધા સોગન મેં
મટકું માર્યું તો તારી વાત રે…અલબેલા કાજે
આજના તો જાગરણે આતમા જગાડયો
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે… અલબેલા કાજે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

– પ્રભુલાલ દ્વિવેદી

This entry was posted on Thursday, May 28th, 2009 at 10:38 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply