રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો

રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો
ત્યાં કાના’નો રંગ ગિયો લાગી!
ને કાયામાં કામ હજી જાગ્યો ન જાગ્યો
ત્યાં દુનિયામાં રામ ગિયો જાગી!
માડીની સાથ હું તો માજોલીમાં બેસીને
મંદિરિયે રોજરોજ જાતી,
ને નેણની કટોરી ભરી સાંવરિયો પી:
એની મસ્તીમાં થા મદમાતી;
પીતાં ધરા નહિ પાણીથી પાતળિયો
બાંકે બિહારી વરણાગી!
રાણાને હાથ મારો સોંપ્યો ઈ પહેલાં
મેં કાના’ને હૈયું દીધ સોંપી;
ને પ્રીત્યુંની વેલની ના ધરતી બદલાય,
ઈ તો એક થળે રોપી ઈ રોપી!
કા’ન જેવા કંથડનાં કંકણ પહેરીને
હું તો થૈ ગૈ છું અમ્મર સોહાગી!

- દેવજી મોઢા

This entry was posted on Thursday, May 28th, 2009 at 7:19 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply