જિંદગાની એક મોટી હોડ છે

જિંદગાની એક મોટી હોડ છે,
બસ કબર સુધીની અંતે દોડ છે!
જે સફરનો હું સમજતો અંત તે,
જિંદગીનો સાવ નવતર મોડ છે.
આમ સપનાં તો ઘણાં છે દિલ મહીં,
ખાટલે તો ઊંઘની બહુ ખોડ છે.
કામ નહિ લાગે ઉતાવળ આપની,
વાર છે ફળને, હજી એ છોડ છે.
જિંદગીને ના સરળ સમજો તમે,
કેમ જાશો, સિંહની એ બોડ છે.

- રાકેશ ઠક્કર

This entry was posted on Monday, May 25th, 2009 at 10:28 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “જિંદગાની એક મોટી હોડ છે”

  1. BIPIN, VADODARA Says:

    રાકેશ ઠક્કર, બહુ જ સરસ ગઝલ છે. આ શેર તો ચોટદાર છે.

    આમ સપનાં તો ઘણાં છે દિલ મહીં,
    ખાટલે તો ઊંઘની બહુ ખોડ છે.

  2. rajakumar Says:

    very good gazal.

  3. sudhir patel Says:

    Very nice Gazal!
    Keep it up.
    Sudhir Patel.

  4. Niraj panchal Says:

    nice gazal. specialy this sher
    કામ નહિ લાગે ઉતાવળ આપની,
    વાર છે ફળને, હજી એ છોડ છે.

  5. piyush Gandharva Says:

    Gazal no aa sher bahu j pasand aavyo. keep it up.
    જે સફરનો હું સમજતો અંત તે,
    જિંદગીનો સાવ નવતર મોડ છે.

  6. Nilesh Patel, Vapi Says:

    I like this sher
    જે સફરનો હું સમજતો અંત તે,
    જિંદગીનો સાવ નવતર મોડ છે.

Leave a Reply