મેળો
મેળો એટલે ભારતની સંસ્કુતિનું ઉત્તમ નઝરાણું.
જીવનનો ઉલ્લાસ પ્રકૃતિ સંગ ઝૂમી ઉઠે.
નદી મંદિર ડુંગર તળેટી ,આવોને હાળી નીકળીએ…મેળે
—————–
સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ
આવોને મેળે મહાલીએ સહિયરો, મલકે છે આભલે ચાંદ
આભની અટારીએ દોડે રે વાદળી, સંદેશા સાંભળે સાજન
આવોને સખીઓ ખોલીએ,આજે અંતરના ઓરડાની યાદ
ભાતીગળ ચૂંદડી છેલ છોગાળા,ધબકે છે દિલડાનાં ઢોલ
જામી છે રમઝટ દેજો રે તાળી,મનગમતા મળ્યા છે સાદ
હાથનો લચકોને પગનો ઠૂમકો, નાચે છે મનડાનો મોર
આવોને સાહેલીઓ યૌવનની પાંખે,ગોતીએ દીલડાનો ચોર
આવોને સખીઓ ગરબે ઘૂમીએ, સજ્યા છે સોળ શણગાર
ઢોલ ધબૂકે ને મલકે જોબનિયું,રણઝણે ઝાંઝર ઝણકાર
નયનોના મચકાને કમ્મરના લટકા, રૂમઝૂમ રુપેરી તાલ
મુખડું મલકેને જોબન થડકે, અંગ અંગમાં રમે તલસાટ
રતુંબલ ગાલને હસે છે હોઠ, આજ વાગે છે પ્રીત્યુંના પાવા
ઘૂમેછે ચગડૉળ મનનસ આભળે, માણવા છે યૌવનના લહાવા
- રમેશ પટેલ(આકાશદીપ)
April 28th, 2009 at 8:55 pm
Really enjoyed spirit of Mela.
Nice,Qualitative.
Chirag Patel
March 1st, 2011 at 7:45 pm
thank’s