શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

-ડો.વિવેક મનહર ટેલર

This entry was posted on Monday, April 27th, 2009 at 8:15 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

9 Responses to “શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે”

  1. Raj Says:

    હદ કરી નખી તમે અને હવે હું શુ કહું

  2. વિવેક ટેલર Says:

    મારી આટલી બધી રચનાઓ અહીં હાજર છે પણ મને એનો અણસારેય નથી….

    આભાર, દોસ્ત!

  3. Hina Patel Says:

    Aa Kavita…kavita nahi pan Prem che! Very nice!

  4. Uday Vegad Says:

    bilkul saachu aa kavita kavita nahi pan lekhak no vachak pratrye no pre chhe

  5. vraj Says:

    khub j sundar rite premni vaat samjavi che. shabdo no khub saras upayog karyo chee.

  6. bhumi.... Says:

    aa kavita ni rachana j prem che

  7. Arti Says:

    KHUB..J SARAS Shabdo nathi vadhare mari paase” Navajva ” Sunder Rachna.

  8. bharat bhatt Says:

    kavita vanchavi atli aasan che teni khabar na hati.

  9. varun Says:

    kadach em kahi sakay ke ketlay samudra manthan ocha pade awu lakhwa vicharwa…

Leave a Reply