ચૂંટણીનો મેહુલો (વ્યંગ)
આવ્યો… આવ્યો… રે… આવ્યો મહુલો
મોરલો નાચે ને ગર્જે મેહુલો… આવ્યો.
ચૂંટણી આવે ને, પ્રચાર જાગે
આવે ચૂંટણી ને, પક્ષો જાગે… આવ્યો.
વંટોળ આવી, વાદળ વિખરાતા
ચૂંટણી પતે ને પક્ષો વિસરાતા… આવ્યો.
વાદળ વરસી, ધરતી શાંત થાતી
ચૂંટણી પતે ને, પ્રચાર બંધ થતો… આવ્યો.
પક્ષો જીતે ને, પ્રજા કોલ ભૂંસાતો
ઘણો વરસી મોલ સુકાતો… આવ્યો.
આવ્યો… આવ્યો… રે,
ચૂંટણી દિન આવ્યો
આયો આયો રે, વર્ષા દિન આવ્યો.
- વિનેશ વ્યાસ, વડોદરા (divyabhaskar.co.in)